Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ ક્લેશ વિનાનું જીવન ૩૯ દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી. પ્રશ્નકર્તા : ભણતર તો સ્કૂલમાં થાય, પણ ઘડતરનું શું ? દાદાશ્રી : ઘડતર સોનીને સોંપી દેવાનું, એના ઘડવૈયા હોય તે ઘડે. છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આલીએ. પછી એને એની વહુ જ ઘડી આલશે. આ ઘડતાં નથી આવડતું, છતાં લોક ઘડે જ છે ને ?! એથી ઘડતર સારું થતું નથી. મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઇંચનું હોય ત્યારે સાડા ચાર ઇંચનું કરી નાખે ! પછી એની વાઇફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલો ય પેલીનું કાપશે ને કહેશે, ‘આવી જા.’ ફરજિયાતમાં તાટકીય રહીએ ! આ નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઇએ તે કંઇ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.' પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેના જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત, જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઇ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ દાદા દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. આ સંસાર તો તાયફો છે નર્યો, મશ્કરી જેવું છે. એક કલાક જો છોકરાં જોડે લડીએ તો છોકરો શું કહે ? ‘તમારે અહીં રહેવું હોય તો હું નહીં રહું.’ બાપા કહે, ‘હું તને મિલકત નહીં આપું.’ તો છોકરો કહે, ‘તમે નહીં આપનારા કોણ ?’ આ તો મારી ઠોકીને લે એવાં છે. અરે, કોર્ટમાં એક છોકરાએ વકીલને કહ્યું કે, ‘મારા બાપની નાકકટ્ટી થાય એવું કરો તો હું તમને ત્રણસો રૂપિયા વધારે આપીશ.' બાપ છોકરાંને કહે કે, ‘તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !’ ત્યારે છોકરો કહે કે, ‘તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !!’ આવું નાટક થવાનું તે શી રીતે મારો !! આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઇ ગયાં છે, અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂડી જાય !! અલ્યા, આનાથી ય કંઇ જાતજાતનું જગમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે ‘પોતાના’ દેશ ક્લેશ વિનાનું જીવન ભણી વળો, ‘સ્વદેશ’માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે. જ્યાં જાઓ ત્યાં ! ४० કૂતરી બચ્ચાં ધવડાવે છે એ ફરજિયાત છે, એ કંઇ ઉપકાર કરતી નથી. પાડું બે દહાડા ભેંસને ધાવે નહીં તો ભેંસને બહુ દુ:ખ થાય. આ તો પાતાની ગરજે ધવડાવે છે. બાપા છોકરાંને મોટાં કરે છે તે પોતાની ગરજે, એમાં નવું શું કર્યું ? એ તો ફરજિયાત છે. છોકરાં જોડે ગ્લાસ વિથ કેર' ! પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં છોકરા-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તો ય કઇ અસર થતી નથી. દાદાશ્રી : આ રેલવેનાં પાર્સલ ૫૨ લેબલ મારેલું તમે જોયું છે ? ‘ગ્લાસ વિથ કેર’ એવું હોય છે ને ? તેમ ઘરમાં પણ ‘ગ્લાસ વિથ કેર’ રાખવું. હવે ગ્લાસ હોય અને તમે હથોડા માર માર કરો તો શું થાય ? એમ ઘરમાં માણસોને કાચની જેમ સાચવવાં જોઇએ. તમને એ બંડલ પર ગમે તેટલી ચીઢ ચઢી હોય તો ય તેને નીચે ફેંકો ? તરત વાંચી લો કે ‘ગ્લાસ વિથ કેર’ ! આ ઘરમાં શું થાય છે કે કંઇક થયું તો તમે તરત જ છોકરીને કહેવા મંડી પડો, ‘કેમ આ પાકીટ ખોઇ નાખ્યું ? ક્યાં ગઇ હતી ? પાકીટ કેવી રીતે ખોવાઇ ગયું ?” આ તમે હથોડા માર માર કરો છો. આ ‘ગ્લાસ વિથ કેર' સમજે તો પછી સ્વરૂપજ્ઞાન ના આપ્યું હોય તો ય સમજી જાય. આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિઢાય. માટે એ આસક્તિ છે. છોકરા-છોકરી છે તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી તરીકે રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય. ઘરમાં જે બની જાય તેને કરેક્ટ કહેવું, ‘ઇકરેક્ટ’ કહેશો તો કશો ફાયદો નહીં થાય. ખોટું જોનારને બળાપો થશે. એકનો એક છોકરો મરી ગયો તો કરેક્ટ છે એમ કોઇને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, બહુ ખોટું થઇ ગયું. દેખાડો કરવો

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76