Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ ક્લેશ વિનાનું જીવન સામાને દુઃખદાયી થઇ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઇ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુઃખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. આ તો બધું ‘પઝલ’ ઊભું થઇ ગયું છે. હિન્દુસ્તાનમાં આવું ના હોય. પણ આ કળિયુગનું નિમિત્ત છે. એટલે આવું જ હોય. તેમાં ય આ એક અજાયબ વિજ્ઞાન નીકળ્યું છે. તે જેને ભેગું થશે તેનું કામ નીકળી જશે. • માટે સદ્ભાવનામાં વાળો ! પ્રશ્નકર્તા : છોકરાં વાંકા ચાલે તો શું કરવું ? દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આવા પર કૃપા કરો. આપણે તો જે બન્યું તે કરેક્ટ કહેવું. જે ભોગવે તેની ભૂલ છે. બન્યું તે કરેક્ટ કહીને ચાલો તો ઉકેલ આવશે. ભગવાને કહ્યું, ‘તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે !' નાનાં છોકરા-છોકરીઓને સમજાવવું કે સવારે નાહીધોઈને સૂર્યપૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, મને તથા જગતને સદ્ગદ્ધિ આપો, જગતનું કલ્યાણ કરો. આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને માબાપનું કર્મબંધન છૂટ્યું. આ તો બધું ફરજીયાત છે. મા-બાપ પાંચ હજારનું દેવું કરીને છોકરો ભણાવ્યો હોય તેમ છતાં કોઇ દિવસ છોકરો ઉદ્ધતાઇ કરે તો, બોલી ના બતાવાય કે અમે તને ભણાવ્યો. એ તો આપણે ‘ડ્યુટી બાઉન્ડ' હતા, ફરજિયાત હતું. ફરજિયાત હતું તે કર્યું. આપણે આપણી ફરજ બજાવવી. [૫] સમજથી દીપે ગૃહસંસાર ! મતભેદમાં સમાધાત કઈ રીતે ? કાળ વિચિત્ર આવી રહ્યો છે. આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને તેવી કુદરતની આંધી આવી રહી છે. મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. સક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોકો બફાઇ રહ્યા છે ! શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ નથી. પોતાની જાતની શ્રદ્ધા પણ જતી રહી છે ! હવે શું થાય ? ઘરમાં વાઇફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરા જોડે મતભેદ ઊભો થયો તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગુંચાયા કરે. પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહે ને, કે “વાઇફ’ સમાધાન કરે, હું નહીં કરું ! દાદાશ્રી : હં..., એટલે ‘લિમિટ’ પૂરી થઇ ગઇ. ‘વાઇફ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઇ ગઇ પૂરી. ખરો પુરુષ હોય ને તે તો એવું બોલે કે ‘વાઇફ' રાજી થઇ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે. અને તમે તો પંદર-પંદર દહાડા, મહિનામહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે. માટે સમાધાન કરવું. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ? દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76