Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ ક્લેશ વિનાનું જીવન આ ‘ડિસએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઇ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહિ, અને મારું જ ચલણ રહેવું જોઇએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો ‘પોઇઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દોને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે !! માટે બીબી કહે છે કે, ‘તમે નાલાયક છો.’ તો કહેવું ‘બહુ સારું.’ ૫૯ પ્રશ્નકર્તા : આપણને બીબી નાલાયક કહે, એ તો સળી કરી હોય એવું લાગે. દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો ? તું બે વખત નાલાયક છે એવું એને કહેવું ? અને તેથી કંઇ આપણું નાલાયકપણું ભૂંસાઇ ગયું ? આપણને સિક્કો વાગ્યો એટલે પાછા આપણે શું બે સિક્કા મારવા ? અને પછી નાસ્તો બગડે, આખો દહાડો બગડે. પ્રશ્નકર્તા : ‘એડજસ્ટમેન્ટ’ની વાત છે. એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં આવવું ? દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. ‘જ્ઞાતી’ પાસે ‘એડજસ્ટમેન્ટ' શીખીએ ! એક ભાઇ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતા હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઇ કહેવા ગયા તો એ મોટાભાઇને કહે કે, ‘તમને માર્યા વગર છોડીશ નહીં.' પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, ‘આનું શું કરવું ? આ તો આવું બોલે છે.' ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, કોઇએ તેને અક્ષરે ય કહેવાનું નહીં.તમે બોલશો તો એ વધારે ફ્રંટ થઇ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઇટે ય નહીં બોલવાનું ને રોંગે ય નહીં બોલવાનું, રાગેય નહીં રાખવાનો ને દ્વેષે ય નહીં રાખવાનો, સમતા રાખવાની, કરુણા રાખવાની. તે ત્રણ ક્લેશ વિનાનું જીવન ચાર વર્ષ પછી એ ભાઇ સરસ થઇ ગયો ! આજે એ ભાઇ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત ના કામનું નથી, પણ કામ લેતા આવડવું જોઇએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદા જુદા કામ લઇને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં. આશ્રિતને કચડવું, ઘોર અન્યાય ! પ્રશ્નકર્તા : મારી પત્ની સાથે મારે બિલકુલ બને નહીં. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવનસંઘર્ષ તો ચાલે છે, પણ આ વ્યક્તિસંઘર્ષ શું હશે ? हु० દાદાશ્રી : એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો. પોતાના હાથ નીચે કોઇ માણસ આવ્યું હોય, પછી એ સ્ત્રી રૂપે કે પુરુષરૂપે હોય, પોતાની સત્તામાં આવ્યા તેને કચડવામાં બાકી નથી રાખતા. ઘરના માણસ જોડે કકળાટ ક્યારે ય ના કરવો જોઇએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઇને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને, ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો ચા પણ બગાડીને આપે. નબળો ધણી બૈરી પર શૂરો. જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ! જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઇએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઇએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છે ને ! આ તો બહારના જોડે મિયાઉં થઇ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડકચડ કરે ને ઉપરીને સાહેબ, સાહેબ કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો ‘સાહેબ, સાહેબ' કહે અને ઘેર ‘વાઇફ' સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. ‘મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?’ એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લેને. ઘરનાં ને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ ઘોર

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76