Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 28
________________ ક્લેશ વિનાનું જીવન મોટો થાય ને સુખી થાય, આપણી નનામી નીકળતાં પહેલાં એને સુખી જોઇએ, એવી ભાવના ખરી ને ? છતાં મહીં મનમાં એવી આશા ખરી કે આ પૈડપણમાં સેવા કરે. આ આંબા શા માટે ઉછેરે છે ? કેરીઓ ખાવા. પણ આજના છોકરાં, એ આંબા કેવા છે ? એને બે જ કેરીઓ આવશે ને બાપા પાસેથી બીજી બે કેરીઓ માંગશે. માટે આશા ના રાખશો. ૪૫ એક ભાઇ કહે કે, મારો દીકરો કહે છે કે ‘તમને મહિને સો રૂપિયા મોકલું ?” ત્યારે એ ભાઇ કહે કે, મેં તો તેને કહી દીધું કે ભઇ, મારે તારા બાસમતીની જરૂર નથી, મારે ત્યાં બાજરી પાકે છે. તેનાથી પેટ ભરાય છે. આ નવો વેપાર ક્યાં શરૂ કરવો ? જે છે તેમાં સંતોષ છે.’ ‘મિત્રાચારી' એ ય ‘એડજસ્ટમેન્ટ' ! પ્રશ્નકર્તા : છોકરાંને મહેમાન ગણવાં ? દાદાશ્રી : મહેમાન ગણવાની જરૂર નથી. આ છોકરાંને સુધારવા માટે એક રસ્તો છે, એમની જોડે મિત્રાચારી કરો, અમે તો નાનપણથી જ આ રસ્તો લીધેલો. તે આવડા નાના છોકરો જોડે પણ મિત્રાચારી ને પંચાશી વર્ષના ધૈડિયા જોડે પણ મિત્રાચારી ! છોકરાં જોડે મિત્રાચારીનું સેવન કરવું જોઇએ. છોકરાં પ્રેમ ખોળે છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાંઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઇ રીતે લેવું તે અમને મહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધઘટ ના થાય તે પરમાત્મ-પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઇ જાય.મારે કોઇને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઇ વશ રહ્યા કરે છે અમે તો નિમિત્ત છીએ. છે ? ખરો ધર્મોદય જ હવે ! પ્રશ્નકર્તા : આ નવી પ્રજામાંથી ધર્મનો લોપ શા માટે થતો જાય દાદાશ્રી : ધર્મનો લોપ તો થઇ જ ગયો છે, લોપ થવાનો બાકી ક્લેશ વિનાનું જીવન જ રહ્યો નથી. હવે તો ધર્મનો ઉદય થાય છે. લોપ થઇ રહે ત્યારે ઉદયની શરૂઆત થાય. જેમ આ દિરયામાં ઓટ પૂરી થાય એટલે અડધા કલાકમાં ભરતીની શરૂઆત થાય. તેવું આ જગત ચાલ્યા કરે છે. ભરતી-ઓટના નિયમ પ્રમાણે. ધર્મ વગર તો માણસ જીવી જ શકે નહીં. ધર્મ સિવાય બીજો આધાર જ શો છે, માણસને ? ૪૬ આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે ‘આપણામાં કેટલી ભૂલ છે !' બાપ રાત્રે ઊંઘે નહીં ને છોકરો નિરાંતે ઊંધે છે, એમાં બાપની ભૂલ. મેં બાપને કહ્યુ કે, ‘આમાં તારી જ ભૂલ છે.' તેં જ ગયા અવતારમાં છોકરાંને ચંપે ચઢાવેલો, ફટવેલો ને, તે ય તારી કંઇક લાલચ ખાતર. આ તો સમજવા જેવું છે. આ ‘અર્ટિફાઇડ ફાધર’ ને ‘અર્ટિફાઇડ મધર’ને પેટે છોકરાં જન્મ્યાં છે, તેમાં એ શું કરે ? વીસ-પચીસ વર્ષના થાય એટલે બાપ થઇ જાય. હજી એનો જ બાપ એના માટે બૂમો પાડતો હોય ! આ તો રામ આશરે ફાધર થઇ જાય છે. આમાં છોકરાનો શો વાંક? આ છોકરા અમારી પાસે બધી ભૂલો કબૂલ કરે, ચોરી કરે તો તે ય કબૂલ કરી લે છે. આલોચના તો ગજબનો પુરુષ હોય ત્યાં જ થાય. હિન્દુસ્તાનનો કંઇ અજાયબ સ્ટેજમાં ફેરફાર થઇ જશે ! ય સંસ્કાર પમાડવા, તેવું ચારિત્ર ખપે ! પ્રશ્નકર્તા : દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો. દાદાશ્રી : ઘરસંસાર શાંતિમાં રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઇને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું માબાપનું ગાંડપણ જોઇને છોકરાં પણ ગાંડા થઇ ગયાં છે. કારણ કે માબાપના આચાર, વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાંને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઇએ ને ? આ દેવતાનો કેવો પડે છે ? નાનું છોકરું ય દેવતાનો આઁ રાખે છે ને ? માબાપનાં મન ફ્રેકચર થઇ ગયાં છે. મન વિહ્વળ થઇ ગયાં છે, વાણી ગમે તેવી બોલે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76