Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ ક્લેશ વિનાનું જીવન ૪૨ ક્લેશ વિનાનું જીવન પડે. ડ્રામેટિક કરવું પડે. બાકી અંદરખાને ‘કરેક્ટ' જ છે. એમ કરીને ચાલવું. પ્યાલો જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી પ્યાલો ! પછી પડી જાય ને ફૂટી જાય એટલે ‘કરેક્ટ’ છે એમ કહેવું. બેબીને કહેવું કે, સાચવીને ધીરે રહીને લેજે પણ મહીં ‘કરેક્ટ' છે એમ કહેવું. ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ ના કહેવાય, મહીં ઘુમાય તે ય ક્રોધ છે. આ સહન કરવું, એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો સ્પ્રીંગ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો શાનથી ઉકેલ લાવી નાખવાનો. ઉંદરડે મૂછો કાપી તે ‘જોવાનું’ અને ‘જાણવાનું' તેમાં રડવાનું શાને માટે ? આ જગત જોવા-જાણવા માટે છે ! ઘર, એક બગીચો ! એક ભાઇ મને કહે કે, ‘દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે મે તેને કહ્યું કે, ‘બેનને પૂછો એ શું કહે છે ?” એ કહે છે કે “મારો ધણી આવો નાગો છે. અક્કલ વગરનો છે.” હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઇ કહે કે, ‘મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઇ છે.” મે કહ્યું, ‘બગડી નથી ગયું કશું. તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ.’ તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઇ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઇ ખેતરમાં નર્યા ચંપા, કોઇમાં કેવડો, એમ હતું. અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઇ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી ! હવે તમે ઘરમાં વડીલ ગુલાબ હો ને ઘરમાં બધાને ગુલાબ કરવા ફરો, બીજા ફૂલને કહો કે, મારા જેવું તું નથી, તું તો ધોળું છે. તારું ધોળું કેમ આવ્યું ? ગુલાબી ફૂલ લાવ. આમ સામાને માર માર કરો છો ! અલ્યા, ફૂલને જોતાં તો શીખો. તમારે તો એટલે સુધી કરવાનું કે, આ શું પ્રકૃતિ છે ! કઇ જાતનું ફૂલ છે ! ફળફૂલ આવે ત્યાં સુધી છોડને જો જો કરવાનું કે આ કેવો છોડ છે ? મને કાંટા છે અને કાંટા નથી. મારો ગુલાબનો છોડ છે, આનો ગુલાબનો નથી. પછી ફૂલ આવે ત્યારે આપણે જાણવું કે, “ઓહોહો ! આ તો મોગરો છે ' એટલે એની સાથે મોગરાના હિસાબે વર્તન રાખવું. ચમેલી હોય તો તેના હિસાબે વર્તન રાખવું. સામાની પ્રકૃતિના હિસાબે વર્તન રાખવું. પહેલાં તો ઘરમાં ડોસા હોય તે તેમના કહ્યા પ્રમાણે ઘરમાં છોકરાં ચાલે, વહુઓ ચાલે. જ્યારે કળિયુગમાં જુદી જુદી પ્રકૃતિ, તે કોઇને મેળ ખાય નહીં, માટે આ કાળમાં તો ઘરમાં બધાની પ્રકૃતિના સ્વભાવને એડજસ્ટ થઇને જ કામ લેવું જોઇએ. એ એડજસ્ટ નહીં થાય તો રીલેશન બગડી જશે. માટે બગીચાને સંભાળો અને ગાર્ડનર થાવ. વાઇફની જુદી પ્રકૃતિ હોય, છોકરાંની, છોકરીઓની જુદી જુદી પ્રકૃતિ હોય. તે દરેકની પ્રકૃતિનો લાભ ઉઠાવો. આ તો રિલેટિવ સંબંધ છે, વાઇફ પણ રિલેટિવ છે. અરે, આ દેહ જ રિલેટિવ છે ને ! રિલેટિવ એટલે એમની જોડે બગાડો તો એ છૂટાં થઈ જાય ! કોઇને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઇ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડ કેવું વલણ રાખવું તેની ‘નોર્માલિટી’ લાવી નાખો. એમાં મૂર્શિત થવા જેવું જ શું ? કેટલાંક તો છોકરાં ‘દાદા, દાદા’ કહે, એટલે દાદાજી મહીં મલકાય ! અલ્યા, છોકરાં ‘દાદા, દાદા’ ના કરે તો શું “મામા, મામા કરે ?! આ છોકરાં ‘દાદા, દાદા’ કરે, પણ મહીં સમજતાં હોય કે દાદા એટલે થોડા વખતમાં જે મરી જવાના છે તે, જે કેરીઓ હવે નકામી થઈ ગઇ, કાઢી નાખવાની થઇ એનું નામ દાદા ! અને દાદો મહીં મલકાય કે હું દાદો થયો ! આવું જગત છે ! અરે, પપ્પાને જ બાબો જઇને કાલી ભાષામાં કહે કે “પપ્પાજી, ચાલો મમ્મી ચા પીવા બોલાવે.’ તે બાપો મહીં એવો મલકાય, એવો મલકાય, જાણે સાંઢ મલકાયો ! એક તો બાળભાષા, કાલીભાષા, તેમાં ય પપ્પાજી કહે. એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તો ય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં શું ય માની બેઠો છે કે મારા સિવાય કોઇ પપ્પો જ નથી. મેર ગાંડિયા ! આ કૂતરાં, ગધેડાં, બિલાડાં નર્યા પપ્પા જ છે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76