Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ ૩૮ ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન દુઃખતો હશે !” આવું કહેનારો હોય તો સાચી સગાઇ રાખીએ. પણ આ તો એક કલાક છોકરાને ટૈડકાવીએ તો છોકરો મારવા ફરી વળે ! આ તો મોહને લઇને આસક્તિ થાય છે. ‘રિયલ છોકરો' કોને કહેવાય કે બાપ મરી જાય એટલે છોકરો સ્મશાનમાં જઈને કહે કે “મારે મરી જવું છે.' કોઈ છોકરો બાપ જોડે જાય છે તમારા મુંબઇમાં ? આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાંખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આપણે બાપ તરીકેની બધી જ ફરજો બજાવવાની, જેટલી ઘટિત હોય તેટલી બધી જ બજાવવાની. એક બાપ એના છોકરાને છાતીએ ‘આમ' દબાવ દબાવ કરતો હતો, તે ખુબ દબાવ્યો એટલે છોકરાએ બાપને બચકું ભરી લીધું ! કોઇ આત્મા કોઇનો પિતા-પુત્ર હોઇ શકે જ નહીં. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઇને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે, મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી તો ઘરાક શું કરે ? મારે.આ તો રિલેટિવ સગઇઓ છે, આમાંથી કષાયો ઊભા થાય. આ રાગ કષાયમાંથી દ્વેષ કષાય ઊભો થાય. ઉછાળે ચઢવાનું જ નહીં. આ દૂધપાક ઉભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે. . છતાં ઘટિત વ્યવહાર કેટલો ? પ્રશ્નકર્તા છોકરાની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી. દાદાશ્રી : જેટલું સામા જઇને કરીએ છીએ એ જ દોઢડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે, “બાપુજી મને ફી આપો.' ત્યારે આપણે કહીએ કે, “ભઇ પૈસા કંઈ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.” એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે છોકરાં જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઇ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય. અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલે ય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઇ જવાનું. છોકરાંને કહેવું કે, કંઇ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઇ અડચણ હોય તો પૂછજો. અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડ પડ કરતા હોય તો બાપ બુમાબુમ કરી મેલે, “એય ચંદુ, એય ચંદુ !” આપણે કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, અને વગર કામનો ડખો કરીએ છીએ. સંડાસે ય ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે. અને પોતાની-સ્વસત્તા છે. આ પુદ્ગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદ્ગલ પ્રકૃતિને આધીન છે. છોકરાંનો અહંકાર જાગે ત્યારે પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી કહેવાની છૂટ અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવી ય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામ ય ન લેવાય, કશું અક્ષરે ય બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો'ક દહાડો બંદૂક મારી દે. પ્રશ્નકર્તા : આ “અનૂસર્ટિફાઇડ' “ફાધર' અને “મધર થઇ ગયાં છે એટલે આ પઝલ ઊભું થાય છે ? દાદાશ્રી : હા, નહીં તો છોકરાં આવાં હોય જ નહીં, છોકરાં કહ્યાગરાં હોય. આ તો મા-બાપ જ ઠેકાણાં વગરનાં છે. જમીન એવી છે. બીજ એવું છે, માલ રાશી છે ! ઉપરથી કહે કે મારાં છોકરાં મહાવીર પાકવાના છે ! મહાવીર તે પાકતા હશે ? મહાવીરની મા તો કેવી હોય !! બાપ જરા વાંકા-ટૂંકા હોય તો ચાલે, પણ મા કેવી હોય ?! પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ?

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76