Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ક્લેશ વિનાનું જીવન ૧૯ [3] દુ:ખ ખરેખર છે ? સઈટ બિલીફ' ત્યાં દુ:ખ નથી ! પ્રશ્નકર્તા: દાદા, દુઃખ વિશે કંઈક કહો. આ દુઃખ શેમાંથી ઉત્પન્ન થાય છે ? તો એ વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય. આ આંબો છે તે ફળ આપે છે. પછી તે આંબો એની કેટલી કેરીઓ ખાતો હશે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : તો એ બધી કેરીઓ કોના માટે છે ? પ્રશ્નકર્તા : પારકા માટે. દાદાશ્રી : હં... તે આંબો જુએ છે કે આ મારી કેરીઓ ખાનારો લુચ્ચો છે કે સારો છે ? જે આવે ને લઇ જાય તેની તે કેરી, મારી નહીં. પરોપકારી જીવન તો એ જીવે છે ! પ્રશ્નકર્તા : પણ જે ઉપકાર કરે તેની ઉપર જ લોકો દોષારોપણ કરે છે, તો ય ઉપકાર કરવો ? દાદાશ્રી : હા. એ જ જોવાનું છે. અપકાર ઉપર ઉપકાર કરે તે જ ખરું છે. આવી સમજણ લોક ક્યાંથી લાવે ? આવી સમજણ હોય તો તો કામ જ થઇ ગયું ! આ પરોપકારીની તો બહુ ઊંચી સ્થિતિ છે, એ જ આખા મનુષ્ય- જીવનનો ધ્યેય છે. અને હિન્દુસ્તાનમાં બીજો ધ્યેય, અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનો છે. પ્રશ્નકર્તા : પરોપકારની સાથે ‘ઇગોઇઝમ'ની સંગતિ હોય કે ? દાદાશ્રી : હંમેશાં પરોપકાર જે કરે છે તેનો “ઇગોઇઝમ” નોર્મલ જ હોય, તેનો વાસ્તવિક ‘ઇગોઇઝમ' હોય. અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઇને બીજાનું કામ કરતા હોય તેનો ‘ઇગોઇઝમ' બહુ વધી ગયેલો હોય, એટલે જેને ‘ઇગોઇઝમ” વધારવાનો ના હોય તેનો ‘ઇગોઇઝમ” બહુ વધી ગયો હોય. આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો. દાદાશ્રી : તમે જો આત્મા છો તો આત્માને દુઃખ હોય જ નહીં કોઈ દહાડોય અને તમે ચંદુલાલ છો તો દુઃખ હોય. તમે આત્મા છો તો દુ:ખ હોતું નથી, ઊલટું દુ:ખ હોય તે ઓગળી જાય. ‘હું' ચંદુલાલ છું એ રોંગ બિલીફ' છે. આ મારા વાઈફ છે, આ મારાં મધર છે, ફાધર છે, કાકા છે, કે હું ‘એકસપોર્ટ-ઇમ્પોર્ટ’નો વેપારી છું, એ બધી જાતજાતની રોંગ બિલીફ” છે. આ બધી ‘રોંગ બિલીફ'ને લઇને દુઃખ ઉત્પન્ન થાય છે. જો ‘રોંગ બિલીફ' જતી રહે ને ‘રાઇટ બિલીફબેસી જાય તો જગતમાં કંઈ દુઃખ છે જ નહીં. અને તમારા જેવા (ખાધે-પીધે સુખી) ને દુઃખ હોય નહીં. આ તો બધાં વગર કામનાં અણસમજણનાં દુઃખો છે. દુ:ખ તો ક્યારે ગણાય ? દુ:ખ કોને કહેવાય ? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુ:ખ ગણાય. તરસ લાગ્યા પછી બે-ત્રણ કલાકમાં પાણી ના મળે તો એ દુ:ખ જેવું લાગે. સંડાસ લાગ્યા પછી સંડાસમાં જવા ના દે, તો પછી એને દુઃખ થાય કે ના થાય ? સંડાસ કરતાં ય આ મૂતરડીઓ છે તે બધી બંધ કરી દે ને, તો માણસો બધાં બૂમાબૂમ કરી મેલે. આ મૂતરડીઓનું તો મહાન દુઃખ છે લોકોને. આ બધાં દુ:ખને દુ:ખ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76