Book Title: Kalyan Mandir Stotram Author(s): Rasiklal Chhaganlal Sheth Publisher: Niranjan Rasiklal Sheth View full book textPage 7
________________ - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં આચાર્યશ્રીએ શ્લેષાલંકાર અને વિધાલંકારને પણ ખૂબ સરસ ઉપયોગ કરી સમગ્ર સ્તવનને અત્યંત આસ્વાદ્ય અને રસાળ બનાવ્યું છે જેના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપે દશમી, તેરમી, સોળમી, ઓગણીશમી અને ત્રીશમી ગાથાઓ છે. એ ઉપર જેટલું ચિંતન અને મનન કરીશું તેટલો વિશેષ રસ આસ્વાદા સાથે આપણા આત્માનું આત્મકલ્યાણ અવશ્ય થશે. સુંદર પવિત્ર ભાવ અને પ્રભુભકિત સાથે માનવ માત્રના એકાંત કલ્યાણ અર્થે આચાર્યશ્રીએ પ્રભુના ગુણેની આ સ્ત્રોત્રમાં અનુપમ ગુંથણી કરી છે અને એથી જ આ “શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર” સારા અર્થમાં આપણા માટે કલ્યાણનું ખરેખર “ધામ” બન્યુ છે. અર્થાત પ્રભુના ગુણોની જે સાચા અંતરના ભાવથી સ્તવના કરીએ તો આપણું નિ:શંક કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ જ થાય. તેવા આત્મહિતકારી ભાવવાળા આ મહા પ્રભાવિક તેત્રના ભાવોને આપણે યથાર્થ સમજીએ, અંતરમાં રૂડી રીતે ધારીએ અને પ્રભુના ગુણો આપણા અંતરમાં પણ પ્રગટે એવી ભાવના આ સ્તોત્રની પ્રાર્થના કરતા ભાવીએ. તે અવશ્ય આપણું પરમ કલ્યાણ જ થશે. વાંચક બંધુઓ આ પુસ્તિકાનો ખુબજ લાભ લે એ જ અભ્યર્થના. 15 સ્થા. જૈન સોસાયટી, નારણપુરા, અમદાવાદ. 13. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 98