Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની પૂર્વ ભૂમિકા વાંચવાથી આ સ્તોત્ર પ્રત્યે પ્રભુભક્તિનું આકર્ષણ અને ઉર્મિ જાગે છે તેમ જ જેમ જેમ સ્તોત્ર ભાવ સાથે વાંચીએ તેમ તેમ હૃદયમાં તેની અનુભૂતી થાય છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી ભક્તામર સ્તોત્રની સામ્યતાની ક્ષણોએ તેમણે શ્રી ભકતામર સ્તોત્રની ગાથાને ટાંકી ભાવની સરખામણી દર્શાવી છે જે બે " ને “બે " ન રહેવા દેતા “એક " નો આવિષ્કાર કરાવી જાય છે. જેના પરિણામ સ્વરૂપે વાચકને શ્રી કલ્યાણ મંદિરના ભાવ સ્પષ્ટ થતાંની સાથે શ્રી ભકતામર સ્તોત્રની પણ પર્યટણ થાય છે. જેના પરિણામે સ્વાધ્યાયીને સ્વાધ્યાયમાં અત્યંત સરળતા રહે છે. - શ્રી કલ્યાણમ દિર સ્તોત્રમાં આચાર્યશ્રીએ અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ સુંદર અને સચેટ ઉપમા આપીને જે રજુ કર્યું છે તેમાં ઉતપ્રેક્ષા અલંકારનો સુયોગ્ય ઉપયોગ કરીને તે પ્રતિકો જાણે આપણને પરમપદ એવું પરમાત્મા પદ કેટલી સહજતાથી સાકાર કરી શકાય તેને સશુરુની જેમ માર્ગ ન દર્શાવતા હોય; તેમ પ્રત્યેક ગાથામાં પ્રભુની રૂડાભાવે કરેલી પઘુંપાસના જીવાત્માને પરમાત્મા પદ સાર્થક કરવા શક્તિ આપે છે, જાણે કે પ્રત્યેક પ્રાતિહાર્ય સ્વાનુભવે દૃષ્ટાંત ન વદી રહ્યા હોય. આવા ઉત્કૃષ્ટ પવિત્ર ભાવ અષ્ટ પ્રાતિહાર્યની પ્રત્યેક ગાથામાં અત્યંત આવક અને અસરકારક સાર્થક ઉપમાઓ દ્વારા આપીને આચાર્યશ્રીએ તેમની અનુપમ કાવ્યશક્તિ અને શાસ્ત્રનું અદ્ભુત પારગામીપણું આપણને દર્શાવી દેખાડ્યું છે. - આચાર્યશ્રીના અંતરમાં રહેલાં આ અપૂર્વ ભાવોની સ્પષ્ટતા તેની વિશદ છણાવટ કરીને વાચક સમક્ષ, જ્ઞાનપિપાસુ સમક્ષ સરળ ગુજરાતી ભાષામાં શ્રી રસિકભાઈ એ સાર્થક કરીને આ સ્તવનના રુડા પરમાર્થ સમજાવ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 98