________________
આ સિવાય તેમના જીવન વિષે બીજી માહિતી મળી શકી નથી.
તેમના ગુરુ શ્રીરત્નસિંહસૂરિ મહાભાવિક આચાર્ય હતા; એમ તેમના વિષે પટ્ટાવલીઓમાં નેધાયેલો કેટલીક હકીકત પરથી જણાય છે. કથા સાળમી:
આ કથાના સંપાદનમાં મેં C N P સંજ્ઞાવાળી ત્રણ પ્રતિઓને ઉપયેાગ કર્યો છે. તેમાંથી ૮ સંજ્ઞક પ્રતિ ખંભાતના શાંતિનાથ ભંડારના દા. ન. ૧૨ ની છે. તેનાં પત્રાંકઃ ૧૫૮ થી ૧૬૬ એટલે જ પત્રો છે. તેની અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી તે સં. ૧૩૬૫ માં લખાઈ છે અને સં, ૧૩૭૮ માં તેની વાચના થઈ હતી; એમ માલમ પડે છે. આ પ્રતિની લિપિ અને પાઠ શુદ્ધ નથી. આ આદર્શ ઉપરથી મેં નકલ કરી લીધી હતી.
બીજી | સંજ્ઞક પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારના દો. નં. ૪૬ પિથી ન. ૮૭૭ની ૪ પત્રોની મળી હતી, અને ત્રીજી P સંજ્ઞક પ્રતિ તે જ કંડારના દા. નં. ૧૮ પિથી નં. ૨૮૯ ની પત્રાંક: ૮૧ થી ૮૬ એટલે ૬ પત્રોની મળી હતી. આ બંને પ્રતિઓના પાઠો એકંદરે શુદ્ધ છે અને તેનાં પાઠાંતરે મેં ને ધ્યાં છે. ૧૫. શ્રીમહેશ્વરસૂરિ
આ કથાની અંતિમ નોંધમાં કથાના કર્તા અને તેમના ગ૭ વિષે નીચે મુજબની હકીકત મળી આવે છે.
इति पल्लोषालगच्छे मद्देश्वरसूरिभिर्विरचिता कालिकाचार्यकथाप्समाप्ता ॥ આ કથાના કર્તા પલીવાલગરછના ૩૮ શ્રી મહેશ્વરસૂરિ છે. આ કથાની પ્રતિ સં. ૧૭૬૫ માં લખાયેલી છે તેથી તે પહેલાં આ સૂરિ થયા છે એમાં શક નથી પરંતુ એમના જીવન અને વિદ્યમાનતાના કાળ વિશે કશી હકીકત કયાંથી મળતી નથી. પલ્લીવાલાછની પટ્ટાવલીમાં ૪૮મી પાટે થયેલા શ્રી મહેશ્વરસૂરિનો સ્વર્ગવાસ સં, ૧ર૭૪ માં થયાની નોંધ મળે છે. તે આ સૂરિ હોવાનો વિશેષ સંભવ છે. કથા સત્તરમી:
આ કથા “સિંધી જન ગ્રંથમાળા ૪ થી પ્રકાશિત થયેલા “પ્રભાવકચરિત” નામના ગ્રંથમાંથી લીધી છે. ૧૬. શ્રી પ્રભાચંદ્રસૂરિ
શ્રીપ્રભાચંદ્રસૂરિએ “પ્રમાકચરિ” નામનો ૨૨ જૈન પ્રભાવક આચાર્યોની ઈતિહાસ-કથાને વર્ણવત તેમજ પ્રસંગવશ કેટલીક ભારતીય એતિહાસિક ઘટનાઓનું સૂચન આલેખતે ગ્રંથ સં. ૧૩૩૪માં રો છે. આ ગ્રંથની અંતે તેમણે ૨૪ કેમાં પિતાની પરંપરાના પૂર્વાચાર્યોની હકીકત નાંધતી પ્રશસ્તિ પણ આપી છે, જે આ સંગ્રડના પૃષ્ઠ ૧૫૯ ઉપર આપેલી છે.
ભાવનગરની આત્માનંદ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલા તેના અનુવાદની પ્રસ્તાવનામાં ઇતિહાસવિદ્દ પં. કલ્યાણવિજયજી મહારાજે આ ગ્રંથકાર સંબંધે જે હકીક્ત નેધી છે, તેમાંને ગ્રંથકાર પૂરતો ભાગ અહીં ઉદધૃત કરું છું.
શ્રીપ્રભાચંદ્રસૂરિએ આપેલી વિસ્તૃત પ્રશસિત ઉપરથી જણાય છે કે, તેઓ ચંદ્રકુળમાંથી પ્રગટેલ રાજના આચાર્ય શ્રીચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. પ્રભાચંદ્રના કહેવા પ્રમાણે પ્રદ્યુમ્નસૂરિની પાસે ત્રિભુવનગિરિના સ્વામી કર્દમ રાજાએ દીક્ષા લીધી અને તે ધનેશ્વરસૂરિ નામના આચાર્ય ગરપતિ તરીકે
૧૮ “જૈન ગૂર્જર કવિઓ” ભા. ૨ પૃષ્ઠ ૭૩૮ થી ૭૪૦ અને એજ પુસ્તકને ભાગ ત્રી, ખંત બીજો પૃષ્ઠ ૨૨૯૩.
ક, પહેલીવાર જ્ઞાતિ “પક્ષી' એટલે જોધપુર રાજ્યમાં આવેલા પાલી ગામમાંથી ઉત્પન્ન થઈ હોય એમ લાગે છે. પલ્લીવાલગચ્છની ઉત્પત્તિ પહલીવાલા તેના વિશેષ અનુયાયીઓ હતું તેથી થઈ કે બીજી રીતે અને તે ક્યાં થઈ એ ધનીય છે. જુઓ " જૈન ગૂર્જર કવિઓ” ભા. 2, ખંડ ૨ પૃષ્ઠ ૨૨૪૬.
૪૦. “જૈન ગૂર્જર કવિઓ” ભાગ ૩ ખંડ ૨ પૃષ્ઠ ૨૨૪૫.
"Aho Shrutgyanam