Book Title: Jivan Vikas ane Vishvavlokan Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Prabhudas Bechardas Parekh View full book textPage 7
________________ બિખત બાળક પણ સમજી શકે તેમ છે. તેજ રીતે જીંદગીમાં, વમાં, મહિનામાં, કે રાજ પાત્રની યોગ્યતા પ્રમાણે ધાર્મિક જીવનની અગત્ય જણાય જ છે. જંગલી માનવ કે પ્રાણી પણ કાઇ કટોકટીની વખતે ધર્મની પ્રેરણાની શીતળ છાયા મેળવવા વલખાં મારતા જોવામાં આવશે. જો કે તેનું સ્પષ્ટ ભાન તેને ન હાવાથી તથા તેવી જાતની સ્પષ્ટ ભાષા તેને ન હેાવાથી, આપણે એ બરાબર સમજી શકતા નથી, તેપણ આપણને મનેાવૃત્તિએના વલણ જાણવાની કે અનુમાન કરવાની જે કાંઇ બુદ્ધિ હાય છે, તેથી કેટલુંક જાણી શકીએ છીએ. જીવનમાં ધર્મનું સ્થાન અવશ્ય છે, એમ કબૂલ્યા પછી વધારે આગળ વધીશું તે એમ પણ સમજાશે, કે સર્વ જીવનમાં તે આતપ્રેત અને પ્રધાન હાવાથી વિકાસ સાધક માનવની કોઈપણ ક્ષણ ધાર્મિક જીવનના સ્ફૂરણ વિના પસાર થતી ન જ હાવી જોઇએ. દરેકે દરેક પ્રવૃત્તિ અને કાર્યો કરતી વખતે માળાના મણકામાં દારાની જેમ ધર્મ પરાવાયેલ હાવા જ જોઇએ. એટલું બધું તે જીવનનું વાસ્તવિક ઉચ્ચ સ્થાન છે. આ બાબત વિશેષ ન લખતાં એક વિદ્વાન વ્યક્તિના વિચારો અત્રે ટાંકી વાચકેાની ખાત્રી કરી આપીશું કે--ધર્મ ઉપર આટલેા બધા ભાર દેવામાં કેવળ ગતાનુગતિકતા, અંધઅનુકરણ, કે અવિચારિત પ્રવ્રુત્તિ નથા, પરંતુ જનસમાજના હિતની દૃષ્ટિ છે, જનસમાજને અન્યત્ર ફ્ાંફાં મારતા બચાવી યેાગ્ય પ્રેરણાઓ મેળવવાના સાચા માર્ગ સૂચવવાના પ્રયત્ન છે. “આપણે જાણિયે છિયે કે ધર્મની પાછળ ભાવના છે, વિચારણા છે, અને આચરણુ એ તે એનું મુખ્ય અંગ જ છે. ધનું સ્વરૂપ કોઇ માણસ ધર્મ સંબંધી મ્હાટી મ્હાટી વાતા કરતા હાય પણ ધર્મ તેના જીવનમાં આતપ્રેત થયા હાય નહિ, તા આપણે તેને ધાર્મિક નહિ કહીયે. ધર્મ શબ્દની મુખ્ય વ્યંજના આચરણ પરત્વે છે. અથવા બીજી રીતે કહિયે તે। સદાચરણ એ ધર્મનું સ્થૂલ શરીર છે, સવિચાર એ એનું સુક્ષ્મ શરીર છે. હૃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 346