Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 5
________________ લને ફેલાઈ રહ્યા છે, તે જાણે આધુનિક સંસ્કૃતિના સફરી વહાણે વાતાવરણ ઉપર સપાટાબંધ તત્યે જાય છે. તેની નીચે નીચે શાંત પ્રવાહમય ભારતીય સંસ્કૃતિ-સાગરના કલેલો કેવી રીતે ઉછળે છે? તેને સફેટ કરી તે વિષેની ભ્રાંતિઓ દૂર કરી ખરું સ્વરૂપ સમજાવવાને એ આશય આ ગ્રંથમાં છે. ભારતીય સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ, આધુનિક પરિસ્થિતિ, અને તેથી થતા લાભાલાભના વિચારે પણ જતા કરવામાં આવ્યા નથી. ભારતીય સંસ્કૃતિના કેન્દ્રરૂપ જૈન દર્શનની સર્વ બાજુ એનો મિલિક અને મુદ્દાસર વિગતવાર પરિચય આપીને તેની ખરી પરિસ્થિતિ અને સ્વરૂપ સમજાવવું, તેમ જ તે વિષે ફેલાયેલી અનેક ભ્રાંતિઓ દૂર કરવી, એ પણ આ ગ્રંથની મૂળ વસ્તુ હોવાનું ગણવામાં આવે તો તે પણ ખોટું નથી. ભારતીય સંસ્કૃતિના ત સરલતાથી સમજાવવા, તેમજ પ્રજાના હિત માટે તેના પાલનના યેાગ્ય માર્ગો તથા ક્રમે સમજાવવા બનતું કરવું, એ ધ્યેય પણ ચોક્કસ રાખ્યું છે. સાથે સાથે સમતોલપણે દરેકે દરેક ભૂત, વર્તમાન અને ભાવિ સંજોગે આપણા ચાલુ જીવન ઉપર કેવી કેવી છાયા પાડે છે? દરેકની છાયાથી આપણું જીવન કેટલું ચિત્ર વિચિત્ર છે? તે પણ વાચક મહાશયો આ પુસ્તકથી જાણી શકે, એવી ઈચ્છા રાખવામાં આવી છે. અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને હિતાહિતની દષ્ટિથી અત્યારની દુનીયા પર અવલોકન ભરી દષ્ટિ નાંખવાને માર્ગ સરલ કરી આપવા સુધી પ્રયત્ન લંબાવવાની ભાવના છે. આપણું જીવન અને તેના મૂળ તત્ત્વના વિવેચન કરનારા ' યુરોપના અને તદનુયાયિ એતદ્દેશીય વિદ્વાનોએ કેટલાક પુસ્તક લખ્યાં છે. ત્યારે આપણા દષ્ટિ બિંદુથી તેના તલસ્પર્શી સ્વરૂપ અને તો સમજાવી ખરી પરિસ્થિતિ સમજાવનારા પુસ્તકોની આ કાળે ખાસ આવશ્યક્તા જણાય છે. આધુનિક સુધારાની સંસ્કૃતિનું કેન્દ્ર અને ધ્યેય શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346