Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 175
________________ સાચી વાત તો એ છે કે માત્ર દાનમાં દેવા માટે જ માણસ પાસે મૂડી નથી. બાકી, મોજશોખ અને એશઆરામ માટે પુષ્કળ સંપત્તિ છે. દાન લેવા આવનાર પાસે નિરાશાજનક વાતો થાય એટલે પેલા લોકો કહેશે, “ભલે, હવે દોઢસો રાખો શેઠ.” તમે તો ઠાવકું મોઢું રાખીને કહેવાના, “લખો ભાઈ ત્યારે, તમે આવ્યા છો તો કાંઈ ના પડાશે ?” તમે મનમાં વિચાર કરો છો કે પચાસ તો બચ્યા. આને દાન કહેવાય ખરું ? જ્ઞાનીઓ કહે છે, “ભાઈ, તેં તારા દોઢસો રૂપિયા ગુમાવી દીધા, કારણ કે તે દાન તો દીધું પણ સાચી ભાવનાથી નથી દીધું. દાન તો આત્માનો ગુણ છે, આત્માને પ્રફુલ્લિત બનાવવાનો ઉત્સવ છે. લેનાર અને દેનારનાં હૃદય હસી ઊઠે, એવી એ ક્રિયા છે.” જ્યાં સુધી તમારા સંજોગો ને સ્થિતિ સારાં છે ત્યાં સુધી તમે દાન આપો. દાન દઈને પ્રસન્ન થવાય, આંખમાંથી આનંદનાં અશ્રુ ચાલ્યાં જાય. આ રીતે તમે દાન દો, તો જ તે સાચું દાન છે, બાકી તો બધો સોદો છે. દાનની સોદાગીરીમાં માનનારો કહે છે, “ભાઈ, હું રૂપિયા તો દઉં છું પણ મારી તકતી કયા ઠેકાણે મુકાશે એ તો કહો !” આપણે આવો સોદો નથી કરવાનો. આપણે તો દાનની વાવણી કરવાની છે. ખેડૂતને પૂછી જુઓ કે, “અનાજ કેમ વવાય છે ?” તે કહેશે, “ઊંડું વાવવું પડે, હળ જેટલું જમીનમાં ઊંડું જાય, અને બીજ જેટલું ઊંડું વવાય તેટલું અનાજ સારું પાકે.” તમારું દાન પણ એટલું જ ઊંડું હો કે જીવનના ખેતરમાં એ આનંદનો મોલ બની માનવને તૃપ્તિથી ભરી દે. આને માટે તો આપણો આત્મા જ સાક્ષી હોય. દુનિયાને સાક્ષી રાખવાની કોઈ જરૂર નથી. દાન કોઈને માટે નહિ, પણ આત્માના આત્મા સાથેના સંમેલનમાં વચ્ચે આવતી વસ્તના ત્યાગરૂપ હોય. વસ્તુ પરથી મૂચ્છ ઊતરે છે ત્યારે દાન સહજ થાય છે. મૂચ્છ ક્યારે ઊતરે ? વસ્તુઓ અને આ સંસાર એક બંધન લાગે તો એને બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ મેળવવો હોય તો દાન તમને એક ઉત્તમ સાધન લાગ્યા વિના નહિ રહે. વસ્તુ અને વાસના જેમ જેમ છૂટતા જશે તેમ તેમ આત્મા કર્મોથી મુક્ત થઈ ઉપર અને ઉપર આવતો જશે. ૧૧૬ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314