Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 296
________________ સુબુદ્ધિ સાથે રહે, અને એ ન મળે તો કુબુદ્ધિને બોલવી લે છે. કુબુદ્ધિનાં સંતાન ચાર છે : કામ, મદિરા, જુગાર અને જુલમ, કામથી ૫૨દા૨ામાં રત રહે, મદિરાથી વિવેકહીન બને, જુગારથી અનેક અનર્થો સેવે અને જુલમી પૈસાને જોરે અનેક નરનારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણોને કારણે આવેલી કુટેવો નરનારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણોને કારણે આવેલી કુટેવો જીવનમાં ઘર કરી જાય છે. આખરે સંપત્તિ તો ચાલી જાય છે પણ આવા માણસના જીવનમાં અંતે દુર્ગુણો જ શેષ રૂપે રહે છે. કદાચ આ જન્મમાં સંપત્તિ ન પણ જાય તો પરલોક તો બગડી જ જાય છે, જેનું પરિણામ માણસને પોતાને જ ભોગવવું પડે છે. સંપત્તિ વધારેમાં વધારે આવે તો સ્મશાન સુધી આવે, જ્યારે માણસે એનાથી મેળવેલા સુસંસ્કાર અગર કુસંસ્કાર જીવ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં આ લોક કે પરલોકમાં, સાથે જ ચાલ્યા આવતા હોય છે. એક સંસ્કારી વ્યક્તિએ પ્રાર્થના કરતાં કહ્યું : “ભગવાન ! મને ધન આપે તો આપજે, ન આપે તો કાંઈ નહિ, પણ મને સુબુદ્ધિથી વંચિત ન રાખીશ.” જેની પાસે સુબુદ્ધિ હોય અને છતાં એ દુઃખી હોય એવો એક માણસ તમે મને બતાવો. ઘણી વાર ઘણા કહે છે કે ધર્મી માણસો બહુ દુ:ખી હોય છે. હું તમને ખાતરીથી કહું છું કે ધર્મી કોઈ દિવસ દુ:ખી હોઈ શકે જ નહી ! ધર્મી જો દુ:ખી હોય તો ધર્મ દુનિયામાં જીવતો નથી એમ માનજો. ધર્મ એ બહારનો દેખાવ કે બાહ્ય ચિહ્નો નથી, પણ અંદરની અભીપ્સા છે. અંતરની પ્યાસ એ ધર્મ છે. જેમ પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની અભીપ્સા શિલ્પીને હોય છે એમ આત્મામાંથી પરમાત્મા બનાવવાની અભીપ્સા ધર્મી માણસમાં હોય છે. શિલ્પી રાતદિવસ ખરબચડા પથ્થરને ઘડીઘડીને, ટાંકણાં મારીમારીને, એમાંથી આકાર કોતરતો કોતરતો એને સુંદર પ્રતિમામાં ફેરવી નાખે છે; જેનાં સુડોળ આંખ, મોઢું અને સમગ્ર આકૃતિનું દર્શન કરતાં આપણું હૃદય આહ્લાદથી છલકાઈ જાય છે ! હતો પથ્થર પણ બની પ્રતિમા; કારણ કે એમાં શિલ્પીની અભીપ્સા પ્રગટી. Jain Education International પૂર્ણના પગથારે * ૨૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314