Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 308
________________ વિચાર હવે આકાર લેતો ગયો : “મારી મા સારી છે, મીઠી છે, પણ સાચી વાત છે કે એ કાળી છે. હા, જરા કદરૂપી છે.” સાસુને થયું કે આ શ્યામાએ મારી દિકરાની જિંદગી બગાડી. એને એમ ન થયું કે પૈસાના જોરે એનો પુત્ર રખડું થયો. પૈસો ન હોત તો દેવી જેમ પૂજત, પણ પૈસો થતાં એને એ જૂની મૉડેલ લાગી ! વહુ વિચારતી : “મારી ચામડી શ્યામ છે, દિલ તો શ્યામ નથી ને ? મારા વિચારો ઊજળા છે, પણ તેને મોહન ધનના મદમાં આજ હવે નથી જોઈ શકતો; પણ ભગવાન તો જુએ છે ને ? કંઈ નહિ, કોલસો પણ આગમાં બળી જાય છે ત્યારે તેની રાખ તો ધોળી જ થાય છે ને ! કદાચ મારા જીવનમાં પણ એમ જ કાં ન બને ? મારા સમર્પણમાંથી ઉજ્વળતા કાં ન પ્રગટે ?” કિશોર વીશ વર્ષનો થયો. એનાં લગ્ન લેવાયાં. મુંબઈની કૉલેજના સુધરેલા મિત્રોની મંડળી સાથે કિશોર પોતાની મોટી કારમાં આવી પહોંચ્યો. જાન બાજુના ગામમાં જવાની હતી તેની તૈયારીઓ થઈ. કિશોરને જોઈ માનું હૈયું હર્ષથી ફૂલું ફૂલું થાય છે. એને ત્યારે ખબર નહિ કે કિશોરના હૈયામાં પણ ઝેર પ્રસરી ગયું છે. એને તો બિચારીને મનમાં સંતોષ છે કે બધાં પરાયાં થઈ ગયાં છે પણ એનો પુત્ર તો એનો જ છે ને ? આ લોહીની સગાઈ છે. આવા વિચારોમાં પરણવા જતા કિશોર પાસે એ જાય છે. વાત્સલ્યથી ઊભરાતા હૈયે દીકરાના કપાળમાં ચાંલ્લો કરવા હાથ લંબાવે છે. પણ કિશોરના મગજમાં તો પૂર્વગ્રહ છે. એને માતાના મમતા ભરેલા વાત્સલ્યથી ઊભરાતા હૃદયનું દર્શન નથી થતું પણ કદરૂપી અને અભણ – સામાન્ય સ્ત્રી જેવી સ્ત્રી દેખાય છે. એણે મા સામે હસીને જોયું પણ નહિ, તે બહાર નીકળી ગયો. ધામધૂમથી જાન ગઈ. કિશોરની મા અને તેની દાદી ઘેર રહ્યાં. મા માટે આ ઘા કારમો હતો. એણે આવા પ્રસંગની તો કલ્પનાય નહોતી કરી. “સૌ પરાયા થયા પણ પોતાનો પુત્ર પરાયો થાય ! બીજા તો ચામડીનો રંગ જુએ પણ એનો પુત્ર પણ એ હરોળમાં બેસે ! જગત તો દિલ ન સમજે પણ પુ પણ ન સમજે ! તો પછી જીવવાનો અર્થ શો ? કાંઈ નહિ, મેં તો મારી ફરજ બજાવી. સ્વકર્તવ્ય કરતાં કરતાં ખપી જવામાં જ જીવનનો સાર છે.” " એ જ રાતે કજિયાળાં દાદી અંદરના ઓરડામાં સૂતાં છે. કિશોરની બા બહારના ઓરડામાં છે. ત્યાં એના ઘરમાં પાછળના ભાગમાં આગ લાગી. ધુમાડો અને આગના ગોટા અંદરના ઓરડામાંથી આવતા દેખાયા. એક ક્ષણનો પૂર્ણના પગથારે જ ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314