Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 307
________________ માણી રહી હતી. તેમાં એક વરણાગી દોસ્ત ટપકું મુક્યું, “ભલા માણસ ! આટલો પૈસો છે, આ નવી ગાડી છે છતાં ઊતરી ગયેલા મૉડલની આ સ્ત્રી લઈને ફરતાં તને શરમ નથી આવતી ?” ગુલાબની સુવાસ ફેલાવનારા મિત્રો આજે ક્યાં છે ? હવે ઘરોમાં અને બ્લોકોમાં પણ મોટાં મોટાં કુંડાઓમાં ગુલાબને બદલે વિદેશી થોરિયાં વધતાં જાય છે ! મિત્રો પણ એ થોરિયા જેવા જ મળે ને ! પેલા મોહનના મનમાં વાત એવી રીતે મૂકી કે એ કાંટાની જેમ સીધી એના જ દિલમાં ઊતરી ગઈ. એણે પત્નીને દેશમાં રવાના કરી દીધી. મિત્રોને રખડવાનું મેદાન મળી ગયું. બ્રેક હતી તે નીકળી ગઈ. ગાડી અનાચારને માર્ગે પૂરપાટ દોડવા લાગી. પૈસો આવ્યા પછી મુંબઈમાં પૂછવું શું ? મોહનની મા કજિયાળી અને કડક હતી. એણે તો વહુના ગુણ જોવાને બદલે એના શ્યામ રંગને જ આગળ કર્યો. ત્રાસ આપવા લાગી. એના પર કામનો ઢગલો નાખ્યો. ગુલાબને ચાર વર્ષનો કિશોર નામનો પુત્ર હતો. ગુલાબ માનતી હતી કે ભલે એને સાસુનું કે પતિનું સુખ નથી પણ પોતાનો પુત્ર પોતા પાસે છે, એ ઓછું સુખ છે ? જીવન વિલાસ માટે નહિ, વિકાસ માટે છે. દુનિયાને ફળ અને ફૂલ આપવા માટે કોઈકે તો મૂળિયું બની જમીનમાં દટાવું જ રહ્યું. આવી ભાવના ગુલાબના વિચારોમાં હતી. એ બોલતી થોડું, પણ સમજતી ઘણું; એટલે એ પોતાના બાળકમાં સંસ્કારસિંચનના કામમાં લાગી રહેતી. કિશોર આઠ વર્ષનો થયો. તેનું ઘડતર સુંદર થયું હતું. - સૌથી મોટો શિક્ષક મા છે. નેપોલિયને કહ્યું છે, “મા સો શિક્ષકની બરાબર છે.” આવું કહેનારને માતાએ પ્રેરણાનાં કેવા પીયૂષ પાયાં હશે ? બાળકને પહેલાં મા ઘડે છે, પછી પિતા સભ્યતા શિખવાડે છે, પછી શિક્ષક શિક્ષણ આપે છે અને અંતે સમાજ એને ઘડે છે. મોહન કિશોરને મુંબઈ તેડી ગયો. એને કોન્વેન્ટમાં મૂક્યો. અહીં એ ભણવામાં પહેલો આવે છે. એક વાર એણે કહ્યું, “પપ્પા ! મારી મમ્મીને અહીં બોલાવો ને !” મોહને મોં બગાડી કહ્યું, “તારી મમ્મી કેવી કાળી છે ! તું કેવી સ્કૂલમાં જાય છે ! ત્યાં આવતાં બાળકોનાં મમ્મી કેવાં હોય છે ! તારી કાળી માને મમ્મી કહેતાં તને શરમ નહિ આવે ?” દશ વર્ષના નિર્દોષ મગજમાં એણે ઝેરી વિચાર ધીમે રહીને મૂકી દીધો. બાળકો તો શાહીચૂસ કાગળ જેવા હોય છે. કિશોરના કુમળા મગજમાં આ ૨૯૮ * જીવન-માંગલ્યા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314