Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 311
________________ રાવણના સ્થાનમાં જ રાવણને એ પડકારે છે, રાવણનો એ તિરસ્કાર કરે છે. વિચારો કે એનામાં કેવી નિર્ભયતા હશે ? એ કેવી શુદ્ધ હશે ? એ માનતી હશે ને કે એના શુદ્ધ જયોત જેવા જીવનને કોઈ અડવા જશે તો એ બળીને ખાખ થઈ જશે ! આ બળ શરીરનું નહિ પણ સત્ત્વનું. શક્તિ શરીરમાં નહિ પણ વિચારોની શુદ્ધિમાં છે. સુવિચારના સૂક્ષ્મ બીજમાંથી શુદ્ધ ઉચ્ચાર અને શુદ્ધ આચારનાં ફળફૂલ થવાનાં છે, તો સુવિચાર દ્વારા તમે જ્યોત બનો અને વાતાવરણને પ્રકાશથી ભરો. આજના અંધારઘેર્યા જગતમાં આવી જ્યોતની કેટલી અનિવાર્ય જરૂર છે ? તમારામાં રહેલી શક્તિ વાળા નહિ પણ જ્યોત, કલહ નહિ પણ કવિતા બનો એવી શુભેચ્છા. ૩૦૨ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314