Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 309
________________ પણ વિચાર કર્યા વિના ગુલાબ દોડી. લાત મારી કમાડ તોડ્યું અને ધુમાડાની અંદર મૂંઝાઈને રાડારાડ કરતાં સાસને એણે પોતાના ખભા પર નાખી બહાર કાઢ્યાં. આ બધું કરતાં એના હાથ દાઝી ગયા, મોઢાને ઝાળ લાગી અને પગ પણ દાઝયા. પણ એનાં સાસુ સંપૂર્ણ રીતે બચી ગયાં. આ જીવનદાનના મહાન સમર્પણથી સાસુનું હૃદય હવે પલટાયું. એના મન પર લાગેલો કચરો જાણે કે આ આગમાં બળી ગયો. એણે પોતાની આ ગુલાબવહુમાં રહેલા ઉજ્વળ આત્માનું દર્શન કર્યું. એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એના પગમાં પડી એ માફી માગવા લાગી : “તારી તો મેં આજ સુધી નિંદા જ કરી છે. તારા પર દુઃખનો ભાર નાખવામાં મેં બાકી રાખી નથી, છતાં તેં મને જીવનદાન દીધું ! જીવના જોખમે તેં મને બચાવી.” અને એ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, “મારી વહુને બચાવો.” કિશોર પરણીને ઘેર આવ્યો. આગના સમાચારથી સૌની લગ્નની મઝા ઊડી ગઈ હતી. મોહન, કિશોર, નવવધૂ સૌ ડોશીમાને પડે પડવા ગયાં ત્યાં એણે આંસુ લુછીને કહ્યું, “મને પગે પડો છો ? દયાની દેવી, માણસાઈનો અવતાર તો તારી મા છે, એને પગે પડ, દીકરા ! મેં આખો જન્મારો એની નિંદા કરી પણ બદલામાં એણે તો પોતે બળીને પણ મને જિવાડી ! મારામાં જે ખરાબી હતી તે મેં એનામાં જોઈ. ખરાબ માણસ સારું જુએ પણ શું ? પણ આજે હવે મારી આંખ ઊઘડી ગઈ છે. હે ભગવાન ! મારી વહુને બચાવ.” કિશોર સૌને સાથે લઈ મા પાસે ગયો. આ વાત સાંભળ્યા પછી એના મનમાં મા પ્રત્યેનો પ્રેમ પૂર બનીને ઊછળી રહ્યો. એણે જોયું કે સમર્પણની જ્વાળામાં એની માના મુખને ઝાળ લાગી છે. પણ આ દાઝેલ મુખમાંય તે કેવી પ્રસન્ન અને શાંત હતી ! એ માને પગે પડી ભેટી પડ્યો. માની છાતી પર મોં મૂકીને કહ્યું, “મા !” એનાથી વધારે ન બોલાયું. માની આંખમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી. એણે કહ્યું, “મને વિશ્વાસ હતો કે મેં મારા પુત્રમાં રેડેલા સંસ્કાર નિષ્ફળ નહિ જાય. આજે મારો વિશ્વાસ ફળ્યો છે, એટલે વશ વર્ષ સુધી મેં વહેલો ભાર આજે આંસુ વાટે વહી જાય છે. એ મને હળવો કરે છે. મેં તો મનમાં પણ એ જ પ્રાર્થના કરી હતી કે મારા પતિને પણ પ્રકાશ દોરે. એ ખીણને તળિયે પહોંચે તે પહેલાં તું તારો પ્રકાશમય હાથ એમની તરફ લંબાવ.” મોહને એનો હાથ ઝાલી કહ્યું, “ગુલાબ ! તારો આત્મા ખરેખર ગુલાબ જેવો જ છે. મેં તારો માત્ર બહારનો રંગ જ જોયો. તારો ઉજ્વળ આત્માની ૩૦૦ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314