Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 306
________________ કે સિતમભર્યા સંગ્રામ વિચારનું જ પરિણામ છે ! જે વ્યક્તિ વિચાર સાથે જાગ્રત છે તે જ જીવનમાં સંવાદ સર્જી શકે છે. એ માટે જીવનના ઊંડાણમાં જાઓ. ક્યાંય સૌથી વધુ ઊંડાણ હોય તો તે જીવનનું છે. જે ઉપરની સપાટી પર છે તે તો માત્ર આસપાસ પરકમ્મા જ કરે છે. તેને ખબર નથી કે જીવન એ સપાટી ઉપર નહિ પણ ઊંડું છે, ગહન છે. તમે અત્યારે ભણો છો. તમારો આ સમય અભ્યાસ માટે છે. તમે તમારા માર્ક્સ અને ક્લાસ લાવવા માટે જાગ્રત રહો તે સહજ છે; પણ મૂળ જીવનદૃષ્ટિને ચૂકો નહિ. જીવનદૃષ્ટિ વિનાનું, માત્ર પુસ્તકિયું જ્ઞાન તમને ઊભા નહિ કરી શકે. વિપત્તિમાં પણ ઉન્નત મસ્તકે અને સ્વસ્થતાથી જીવન જીવવાનું બળ આ દૃષ્ટિથી જ મળી શકે છે. જીવનના અવલોકનથી અંદરની વ્યક્તિ વિરાટ રૂપ લે છે, વિચાર સુવિચાર બને છે, વિચાર-વિચાર વચ્ચે સંવાદ ઉત્પન્ન થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. અત્યારે મને સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટના યાદ આવે છે. એ ગુલાબબાઈના જીવનમાંથી તમનેય પ્રેરણા મળશે. મોહનનું લગ્ન એક શ્યામ પણ સંસ્કારી કન્યા ગુલાબ સાથે થયું હતું. થોડાં વર્ષ પછી મોહનને એક ધનવાનની મૈત્રી થઈ. મોહનને તે મુંબઈ લાવ્યો. ત્યાં તે નોકરીએ રહ્યો. હોશિયારીથી આગળ અને આગળ વધતો જ ગયો. શેઠે જોયું કે મોહનની પકડ ગ્રાહકો પર અને ધંધા પર સારી છે. એટલે એને ચાર આની ભાગ આપ્યો. દિવસ જતાં એનો આઠ આની ભાગ થયો. દુઃખના એના દિવસોમાં એની પત્ની એને પ્રેરણા આપતી રહી હતી, સેવા કરતી અને એ દુઃખના દિવસોને હસીને પાર કરવામાં છાયાની જેમ સહાયક બનતી. પણ હવે જોતજોતામાં સુખ અને સંપત્તિના દિવસો આવી મળ્યા. પૈસો વધતો જ ગયો. હવે એ મોહન નહિ, મોહનલાલ થયો. અર્થ કેટલીક વાર અનર્થને તેડી લાવે છે ને ! ધન પણ પ્રમાણમાં મળે તો સારું, પણ વધુ પ્રાપ્તિ કેટલીક વાર મુસીબતનું કારણ બને છે. આજે નખ વધારવાની ફૅશન થઈ ગઈ છે એટલે શું કહું ? પણ તે પ્રમાણસર હોય તો સારા; વધુ હોય તો તેમાં મેલ ભરાય. ધન પણ વધુ હોય તો તેમાં કચરો ભરાય અને કોક વાર મૂળમાંથી ઊખડી જાય. મોહનલાલ પાસે ધન આવ્યું. એટલે એની સાથે કહેવાતા મિત્રો પણ આવ્યા. એક સાંજે મિત્રોની આ મંડળી કોઈ મોટી હોટલમાં ભોજન-સમારંભ Jain Education International પૂર્ણના પગથારે * ૨૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314