Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 304
________________ જ્યોતની શક્તિને દીપ્તિ છે; વાળાની શક્તિને કાલિમાં છે. એક જ પ્રકારનાં કેવાં બે જુદાં સ્વરૂપ ! સ્ત્રીના જીવનવિકાસમાં કે નવનિર્માણમાં આ ભાવના મુખ્ય ભાગ ભજવે છે. સ્ત્રીઓએ વિચારવાનું છે : “એને શું બનવું છે ? જ્યોત કે જ્વાળા ?” યોગ્ય દીક્ષા અને શિક્ષા મળે તો જ્યોત, નહિ તો જ્વાળા. સુપાત્રે જ્યોત, કુપાત્રે જવાળા ! જ્યોત એવું જીવન જીવી જાય છે કે જેથી સંસાર ઉજ્જવળ અને સુંદર બને, રમ્ય અને રસવંત બને; મહાપુરુષો પણ તેની સામે મસ્તક ઝુકાવે, અત્યારે તમારો એવો સમય છે કે જ્યાં નિર્ણય થવાનો છે. આવતી કાલનાં દ્વાર ખોલવાની ચાવી તમારે હાથમાં લેવાની છે. તમારું અત્યારનું જીવન આશાથી સભર છે, સ્વપ્નોથી સુંદર છે, લાગણીઓથી છલોછલ છે. પણ લાગણીના ખોટા પૂરમાં તમે ક્યાંક તણાઈ ન જાઓ તે માટે અત્યારથી જ તમારે સાવધ રહેવાનું છે અને સજાગ બનવાનું છે. માણસ પાસે ત્રણ સાધન છે : વિચાર, ઉચ્ચાર અને આચાર. વ્યક્તિ પોતાનો વિકાસ કે વિનાશ આ જ સાધનાથી કરે છે. પહેલાં વિચારનો ઉદય થાય છે, પછી ઉચ્ચાર આવે છે અને અંતે આચારનું દર્શન થાય છે. સરકારના ભયથી કે દંડના દબાણથી આચાર સારો રાખી શકાય, સત્તા કે સમાજની બીકે ઉચ્ચાર પણ સારો રાખી શકાય, પણ વિચાર માટે કઈ સત્તા કે કયો ભય ? માણસ આચારમાં કે ઉચ્ચારમાં દંભ કરી શકે પણ પોતાના વિચારોથી પોતે દંભ કેમ કરી શકે ? કોઈ માણસ જો આચારમાં ખરે જ સારો હોય તો તે મૂળ સ્વરૂપે વિચારમાં સારો હોવો જ જોઈએ. વિચાર આત્મસાતુ છે; આચારને ઉછીનો લાવી શકો છો, કારણ કે તે પર છે. પણ વિચાર તો લોહીમાં વણાયેલ છે. જીવનને કવિતામય બનાવવા વિચારમાં આવા સૌંદર્યની આવશ્યકતા છે. એકલતાની ઘડીમાં પણ વિચાર કઈ દિશામાં કામ કરે છે તેનું અવલોકન કરતા રહો. મહાન પુરુષો પોતાના વિચારની ચોકી કરે છે. એકાદ શુભ વિચાર એકાન્તમાં પણ આવી ગયો હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કરે છે. ગાંધીજી ઉપવાસ પછી વધુ પ્રસન્ન દેખાતા. એ ઉપવાસથી કદી થાકતા નહોતા તેનું કારણ એમણે લખેલ મીરાંબહેન ઉપરના પત્રમાથી તારવી શકાય છે : “ફૂલ રાતના ઝાકળમાં ધોવાઈને શુભ્ર અને તાજું બને છે, તેમ મારા સાથીઓથી થયેલા અપરાધોને ધોઈને ઉપવાસ પછી હું બહાર આવ્યો છું.” અશુભ વિચાર ધોવાઈ જવાથી મન હળવું થતાં જે પ્રસન્નતા આવે છે તે ઓર છે. પૂર્ણના પગથારે * ૨૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314