Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 301
________________ શબ્દ વધે અને ભાવ ઘટે તો એમાંથી મળે કાંઈ નહિ. બહુ શબ્દો નહિ, બહુ લાંબાં લાંબાં સોતો નહિ; થોડું, પણ સમજવાનું હોવું જોઈએ. એક ભાઈ મને કહેતા હતા કે હું સવારે ઊઠીને ગીતાના પાંચ અધ્યાય વાંચી જાઉં છું. મને થયું, “ભલા માણસ, આટલા બધા અધ્યાય વાંચ્યા છતાં શાંતિ નહિ !” એ અધ્યાય વાંચે, યંત્રની જેમ એટલી ઝડપથી એ દોડ્યો જાય કે અર્થની વિચારણા કરવા તો ઠીક, પણ શ્વાસ લેવા પણ ઊભો ન રહે. પ્રાર્થના એ માત્ર શબ્દો નથી, ભાવ છે. જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ તેમ તેમ તમારું ચિત્ત એકરૂપ બને છે. હૃદય અને પ્રાર્થના એક બને તો દુનિયાનું એવું શું છે જે ન બને? જે જે શબ્દો બોલો એના ઉપર વિચાર કરો. હું જે બોલું છું એ મારા જીવનમાં છે ? કંઈ નવું આવે છે ? પછી તમને જ વિચાર આવશે : “આ પ્રાર્થના હું કરું છું છતાં મારા જીવનમાં સંવાદ કેમ નથી ?” પ્રાર્થનાની સાથે ચિંતન હોવું જોઈએ. શબ્દોની વિપુલતા નહિ, પણ ભાવનું ઊંડાણ વધવું જોઈએ. સુબુદ્ધિમાન સાંજે શયન કરવા જાય ત્યારે જેમ જોડા જોડાને ઠેકાણે મૂકે, કોટ કોટને ઠેકાણે મૂકે, ખમીસ ખમીસને ઠેકાણે મૂકે એમ ચિત્તને પરમાત્માના ચિંતનમાં મૂકે, પછી કહે, “હવે હું તારી સાથે છું, એકરૂપ છું.” પરમાત્માના મહાચૈતન્યના પ્રકાશની સાથે તમારા ચિત્તને જોડી દો. જેમ ઘરના ટેબલ-લેમ્પના પ્લગને સૉકેટમાં ગોઠવતાં જ લાઇટ થાય છે એમ તમે તમારા ચિત્તને પરમાત્માની સાથે જોડી સૂઈ જાઓ, એ પ્રકાશભર થઈ જશે પછી કોઈ ભય નહિ, કોઈનો ડર નહિ અને કોઈ અશુભ અને અમંગળ સ્વપ્ન નહિ. બધું જ શુભ. રાતના સૂતી વખતે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાઓ. વ્યાપાર પણ ભૂલી જાઓ, સગાં પણ ભૂલી જાઓ, ઝંઝટ પણ ભૂલી જાઓ. આ થોડી શી રાત તમારા આરામ અને વિરામ માટે જ નક્કી થઈ છે. એ આરામમાં પ્રગાઢ શાંતિ જ હોય. એ આરામ કદાચ લાંબો પણ નીવડી જાય તો શી ખબર ? આપણી યાત્રા એ મંગળમય વિચારોની વણઝાર છે. પ્રાર્થનાનો હેતુ પરમાત્મા સાથેની એકતા છે. સવારની પ્રાર્થનામાં સુબુદ્ધિની માગણી છે અને રાતની પ્રાર્થનામાં આહાર, ઉપકરણ – ૨૯૨ % જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314