Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 294
________________ કરે છે એની આખી જિંદગી સંચયમાં પૂરી થાય છે. તેમ છતાં લક્ષ્મીને જવું હોય ત્યારે એ આરતી ઉતારનારને પૂછતી પણ નથી કે હું જાઉં ? પુણ્યનો ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે. જેની પાસે સુબુદ્ધિ છે એની સંપત્તિ ધન્ય છે. ધર્મ સંપત્તિનો વિરોધી નથી. સંપત્તિ પુણ્યનો એક અંકુર જરૂર છે, પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લોકોએ સત્કારી છે પણ સંપત્તિ અલંકૃત કોનાથી બને છે ? સુબુદ્ધિથી. સુબુદ્ધિ હોય તો જ સંપત્તિ અલંકૃત બને છે. સંપત્તિથી પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ આવે, પણ શાંતિ તો સુબુદ્ધિ હોય તો જ આવે. આપણને એક બહુ મોટું બિરુદ મળેલ છે, ‘માનવ.’ માનવ થવું એ કાંઈ સામાન્ય વાત નથી. બધાં જ વિશેષણો એની આગળ વામણાં છે. માનવ બનવા માટે સુબુદ્ધિ અનિવાર્ય છે. આ હોય તો જ વિચાર આવે કે હું કોણ છું અને ક્યાં છું. મિત્ર હોય કે શત્રુ, પણ એના માટે માનવના વિચાર તો મંગળમય જ હોય. અમંગળ વિચારો આપણા મંગળ વિચારોને ધૂંધળા કરી નાખે છે. બીજા માટેના અમંગળ વિચારો આપણા જ વિચારોને ધૂંધળા કરે છે. અમંગળ વિચાર ક્યાં આવે છે ? આપણા મગજમાં આવે છે. આપણા મગજના સુવર્ણપાત્રમાં આ ગંદી અમંગળ વસ્તુ શા માટે આવવા દેવી ? તમારી પાસે માટીનું કોઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સ૨ીને એ ગટરમાં ચાલ્યું જાય તો એમાં ગટરની ગંદકી આવ્યા વિના રહે ? કદાચ ગંદકીને તમે કાઢી નાખો પણ એના અંશો તો રહી જ જાય છે. એને સાબુથી ગરમ પાણીથી ધુઓ, પણ એક વાર ગટરમાં ગયેલું પાત્ર જલદી શુદ્ધ કેમ થાય ? એવી જ રીતે આપણા મગજમાં ગંદા વિચારો આવી ગયા પછી એટલી વાર તો મગજનું પાત્ર ખરાબ અને ગંદું થઈ જ જાય ને ? એટલે માટે સારી વસ્તુ એ છે કે સુંદર વિચારો. જે કોઈ તમારી સામે આવે ત્યારે એક જ વિચાર કરો : ‘આનું ભલું થાઓ, મારાથી જો જોઈ શકાય એમ હોય તો એનામાં હું સારું જોઉં અને ન જોઈ શકાય તો ખરાબ જોવાની મારે જરૂ૨ નથી.’ Jain Education International પૂર્ણના પગથારે * ૨૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314