Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 293
________________ બાજુનું પલ્લું ઘરાક છે, બીજી બાજુનું પલ્લું વેચનાર છે. વેચનાર અને લેનાર બંનેનાં પલ્લાં સરખાં ૨હે તો જ એ ત્રાજવું પ્રામાણિક ગણાય. ધરતીકંપ એ બીજુ કાંઈ નથી, માણસના જીવનના પડઘાઓ છે. માણસને આઘાત આપે છે, ધડકાવે છે, ગભરાવે છે, સર્બુદ્ધિના અસ્તિત્વનો ખ્યાલ આપે છે. કહે છે કે તું એમ માનીશ નહિ કે બધું વિજ્ઞાન ઉપર જ ચાલે છે. અનિયંત્રિતને નિયંત્રિત કરનારું તત્ત્વ વિશ્વમાં પ્રચ્છન્ન છતાં જીવંત છે, જે અનુશાસન કરી શકે છે. તમે જોશો કે વિજ્ઞાન બધે પહોંચી શક્યું, પણ ધરતીકંપ ક્યારે થવાનો છે એ કહેવાની વિજ્ઞાનનીય શક્તિ નથી. આ બિચારા જોષીઓની તો વાત જ જવા દો. એ તો ગોરખધંધા જ કરતા હોય છે. એ બધા તકસાધુઓ છે. બનાવ બની ગયા પછી બૉમ્બગોળા છોડનારા અને કહેનારા ગમે તેટલા હોય, પણ ધરતીકંપ પહેલાં કોઈએ આવીને કોઈ છાપાના તંત્રીને કે ખબરપત્રીને નહોતું કહ્યું કે તમે ચાર વાગે બધાને ચેતવી દેજો. આ પ્રકૃતિનો નિયમ છે. એનો અર્થ એ નથી કે પ્રકૃતિ આપણાથી વિરુદ્ધમાં છે, આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં છીએ. પ્રકૃતિ તો આપણા સંવાદમાં છે. માણસો પ્રકૃતિને પડકાર કરે છે એટલે પ્રકૃતિ પોતાની શક્તિનો આવિષ્કાર એવા કોઈ બનાવો દ્વારા કરે છે. માણસે માત્ર સંપત્તિ માટે નહિ, પણ સુબુદ્ધિ માટે સાધના કરવાની છે. કદી એ વિચાર આવે છે કે મારી પાસે સંપત્તિ તો આવી, પણ સુબુદ્ધિ છે ? સુબુદ્ધિ ન હોય તો સંપત્તિ આશીર્વાદ બનવાને બદલે અભિશાપ બની જાય છે; સુખ બનવાને બદલે એક ચિંતા બની જાય છે, પ્રભુતા બનવાને બદલે પશુતા થઈ જાય છે; માણસ શેઠિયાને બદલે વેઠિયો બની જાય છે. પૈસો તમને આરામથી ધર્મ ન કરવા દે, સદ્ગુરુઓનાં વચનામૃત સાંભળવા ન દે, પ્રાર્થના માટે સમય ન કાઢવા દે અને સુખશાંતિથી બેસવા ન દે ત્યારે તમારે વિચારવું જોઈએ કે પૈસાએ તમને સ્વામી બનાવ્યા કે દાસ ? ધનથી જો દાસપણું આવતું હોય તો એ લક્ષ્મીપતિ નહિ, પણ લક્ષ્મીદાસ છે ! એક લક્ષ્મીપતિ છે; બીજો લક્ષ્મીદાસ છે. લક્ષ્મીપતિ કોણ ? જે સંપત્તિને દાસ બનાવે. કોના દ્વારા ? સુબુદ્ધિ દ્વારા. પણ જે લક્ષ્મીદાસ છે એ બુદ્ધિ ગુમાવી દે છે અને જીવનભર લક્ષ્મીનો નોકર થઈને માત્ર આરતી જ ઉતાર્યા Jain Education International ૨૮૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314