Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 295
________________ સુબુદ્ધિવાન માણસ વિચાર કરતો કરતો ધીરે ધીરે પોતાની અંદરની દુનિયાને પોતે સમૃદ્ધ બનાવતો જાય છે, પણ જો એ ખરાબ વિચાર કરતો થાય તો ધીરે ધીરે એનું અંતર એવું મલિન થાય કે પછી બધે એને અમંગળનું જ દર્શન થાય છે. જગતમાં આજ સંપત્તિ વધતી જાય છે. સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિને વધારવી હોય તો શું કરવું જોઈએ ? પ્રાર્થના. ભગવાનને કાગળ લખવો હોય તો શાહી કે કાગળથી નહિ; એક પ્રાર્થના પૂરતી છે. તમારો અવાજ ત્યાં પહોંચી જાય છે. પ્રાર્થના એ શબ્દ નથી પણ હૃદયનો પોકાર છે. તમારું હૃદય પોકારે છે : “તારા અને મારા વચ્ચે કેવું અંતર પડી ગયું છે ! તું સુબુદ્ધિનો ભંડાર છે અને અહીં કુબુદ્ધિ સિવાય બીજું કાંઈ છે જ નહિ.” બાળક જેમ માને પોકારે છે એમ હૃદય પોકારે છે : કાં તો તું મને નજીક બોલાવી લે અગર તો દૂર રહું ત્યાં સુધી તું મને તારી હૂંફ આપ.” પ્રાર્થના એ માણસને માટે એક અનિવાર્ય અંગ છે. માણસ જ્યારે પ્રાર્થનામાં બેસે છે ત્યારે અંતરનું અવલોકન કરે છે : “મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ ? સંપત્તિ વધી કે સુબુદ્ધિ ?” એક જમાનામાં લાખ રૂપિયાવાળો લખેશરી કહેવાતો. એનું માન પણ કેટલું ! આજે લાખ તો ઠીક, કરોડાધિપતિને પણ એટલી પ્રતિષ્ઠા નથી મળતી. સમૃદ્ધિ વધી છે, કલ્પના ન કરીએ એટલો પૈસો વધ્યો છે પણ એ સંપત્તિ વધવાની સાથે સુબુદ્ધિ વધી છે કે નહિ એનો માપદંડ એ આપણી પ્રાર્થનાઓ છે. ભગવાન અને આપણી વચ્ચે એકતાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની પાસે ને પાસે આવતા જઈએ છીએ; અને જેમ જેમ એની પાસે આવીએ તેમ તેમ કુબુદ્ધિ ઘટતી જાય છે અને સુબુદ્ધિ વધતી જાય છે. ભગવાનની કૃપા એ શું છે ? આપણામાં બુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે ભગવાનની કૃપાનું અવતરણ આપણામાંથી રહ્યું છે. પણ સુબુદ્ધિ ન આવે અને એકલી સંપત્તિ જ આવે તો એમ કહેવું નહિ કે મારા ઉપર ભગવાનના ચાર હાથ છે. ભગવાનના ચાર હાથ હોત તો સુબુદ્ધિ એટલી જ હોત, જેટલી સંપત્તિ. સુબુદ્ધિ વિનાની સંપત્તિથી માણસને કેટલું નુકસાન થાય છે તેની મીમાંસા એક વિદ્યાને સરસ રીતે કરી છે. સંપત્તિ એકલી કદી નથી રહેતી, કાં તો એ ૨૮૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314