Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 289
________________ છે એ પુણ્યથી મળે છે એ સાચું પણ પૈસામાં જ બધું પુણ્ય આવી ગયું એવું નથી. એ પૈસો કેટલીક વાર તો કલ્પના પણ ન કરી શકો એવાં પાપોને લઈ આવે છે. પૈસો ન કરવાના કજિયા પૈસા તમારી પાસે કરાવી શકે; પૈસો આત્માની નમ્રતાના રાજમાર્ગને બદલે ભયંકર એવા અહંકારના ડુંગરાઓમાં અટવાવી શકે છે, અને પૈસો તમને સંતપુરુષોના સમાગમમાં લઈ જઈને ઉપદેશામૃતનું પાન કરાવવાને બદલે મદિરા, માંસ અન મૈથુનના વિષભર્યા ખાડામાં ફેંકી શકે છે. તાત્પર્ય કે પુણ્યથી પૈસો મળ્યો પણ પુણ્ય એ પૈસો નથી. અહીં પૈસો જ પાપનું કારણ થઈ ગયો. ગણિતશાસ્ત્રની જેમ જ આ જીવનશાસ્ત્ર છે. લોકો ભમ્રમાં પડ્યા છે અને આ ભમ્ર ઠેઠ ધર્મસ્થાન સુધી આવી ગયો છે. જ્યાં જરાક પૈસો દેખાશે એટલે ધર્મોપદેશક પણ કહેશે કે તમારા જેવા ભાગ્યવાન કોણ ? જગત તો ભ્રમમાં છે, માયાએ તો માનવને ભ્રમમાં નાખ્યો હતો. હવે એ ભ્રમને ઉડાડશે કોણ ? માણસની આ એક પ્રગાઢ નિદ્રા છે. એમાંથી માણસને પ્રબુદ્ધ ક૨શે કોણ ? જગાડનાર જ ઊંઘી જાય તો ! એટલે જ ધીમે ધીમે એ મૂર્છા વધતી જાય છે; પૈસા તરફની દોડ વધતી જાય છે; સંપત્તિની મમતા વધતી જાય છે અને સુબુદ્ધિ તરફ દુર્લક્ષ થતું જાય છે. સંપત્તિ આવી, ઠીક છે, ખોટું નથી; એની સામ વિરોધ નથી અને એને વખોડવા જેવી પણ નથી. પણ સંપત્તિની સાથે સુબુદ્ધિ આવી કે નહિ એ મોટી વાત છે. = જ્યારે સંપત્તિ સુબુદ્ધિ સાથે આવે છે ત્યારે જ એ લક્ષ્મી બને છે, જીવનને અજવાળે છે, તમારામાં એક જાતની રાજશ્રી આવે છે. એ રાજશ્રી શું છે ? માણસને જીવનમાં ૨સનું દર્શન થાય. એને લાગે કે હું જીવન જીવી રહ્યો છું. એના શબ્દોમાં મધુરતા હોય, મગજમાં નમ્રતા હોય, વિચારોમાં ધર્મ હોય અને આચરણમાં સદાચાર હોય. આ બધીય વસ્તુઓ કોને લીધે આવે છે ? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તો જ એ બધીય વસ્તુ આવે. મહાભારતનો એક પ્રસંગ છે. પાંડવો અને કૌરવો શ્રીકૃષ્ણની સહાય માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : “જુઓ, એક બાજુ મારી આ બધી સેના અને Jain Education International ૨૮૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314