Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 290
________________ વિભૂતિમત્તા છે અને બીજી બાજુ હું એકલો છું. એકલો આવું પણ લડું નહિ. આ બેમાં જે પસંદ કરવું હોય તે કરી લો, કારણ કે મારે મન તો તમે બંને સરખા છો; તમે બધાય એક જ બીજનાં ફૂલ છો; મારે મન તમે સમાન છો.” કૌરવોએ વિચાર કર્યો : “ઓહોહો ! કેટલો મોટો વૈભવ છે, કેટલી મોટી શ્રીકૃષ્ણની સંપત્તિ અને સેના છે ! આ બધું આપણને મળતું હોય તો આ એક ખાલી કૃષ્ણનું આપણે શું કામ છે.' કૌરવોએ કહ્યું, “અમને તમારી બધી વસ્તુઓ હાથી, ઘોડા, સૈન્ય આપજો.' કૃષ્ણ કહે : “કબૂલ છે.” જ્યારે બીજી બાજુ ધર્મરાજાએ કહ્યું, “અમારે કાંઈ ન જોઈએ. અમારે તમે જોઈએ, બીજું કાંઈ નહિ જોઈએ. એક જો તમે હશો તો શૂન્યમાંથી સર્જન થશે અને જો તમે નહિ હો તો આખું સર્જન શૂન્ય થઈ જશે.' આ માગણીમાં જીવનનું દર્શન છે. આ રૂપક છે. ભાષા સમજવી પડશે. કૃષ્ણ એટલે શું ? એનું સૈન્ય એટલે શું ? એનું રાજ્ય ન સૈન્ય એટલે સંપત્તિ, અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ. -- જીવનના ૨થને દોરનારો સારથિ જો સુબુદ્ધિ નહિ હોય તો આ જીવનરથ ક્યાંય અથડાઈ પડવાનો. સમરાંગણમાં અર્જુન જો સફળતા મેળવી શક્યો હોય તો એની બાણાવળી તરીકેની કુશળતાને લીધે કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ, પણ એક સુકુશળ સારથિને લીધે. જેની પાસે સદ્બુદ્ધિ છે એને કોઈ જ મારી નહિ શકે. તમે અરણ્યમાં જાઓ, અજાણ્યા પ્રદેશમાં જાઓ, કોઈનાય સથવારા વિના એકલા જાઓ, પણ તમારી સાથે જો સુબુદ્ધિ હોય તો તમને સફળતા મળ્યા વિના રહેવાની જ નથી. પણ જેની પાસે સુબુદ્ધિ નથી, પણ માત્ર સંપત્તિ જ છે એની સંપત્તિ લોકો ઝૂંટવી શકે છે, રાજાઓ એને દંડ દઈ શકે છે અને સરકાર એની ઉપર તપાસ કરી શકે છે. શા માટે ? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી માટે. જીવનસંગ્રામમાં જેના જીવનરથનો સારથિ સુબુદ્ધિરૂપ શ્રીકૃષ્ણ છે એ આત્મારૂપ અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરો ? આ સુબુદ્ધિ જેની પાસે હોય એ જ માણસ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને સુબુદ્ધિના જોરે સંસારની સંપત્તિને પોતાની પાસે એ બોલાવી શકે છે અને ન બોલાવે તો જગતની સંપત્તિના સ્વામીઓને પોતાને ચરણે ઝુકાવી શકે છે. Jain Education International પૂર્ણના પગથારે * ૨૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314