Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 265
________________ કરી શકે એટલો એ સાચા અર્થમાં જીવે છે. રાવણ બીજી બધી બાબતમાં પૂરો હતો પણ એક વાર થોડા સમય માટે એ એકતાર બની ગયો. એકરૂપ બની ગયો, સ્વમાં ઓગળી ગયો. સારંગીનો તાર તૂટે તો એની એકતા તૂટે. એની ખાતર એ નસ તોડીને પણ એકતા ટકાવવા માગે છે. એણે શું કર્યું ? ગજબ કરી નાખ્યું. તીર્થંકર ગોત્ર બાંધી નાખ્યું. કેટલી વારમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું ? વર્ષે નહિ, કલાકોમાં. આ તો સોદો છે. લાગી જાય તો થોડીક વારમાં. આખો જન્મારો સુધરી જાય. કેટલાક હંમેશ બજારમાં જાય અને કાંઈ ન મેળવે; અને કેટલાક બજારમાં જાય. બેસે, એકાદો સોદો એવો કરે કે પછી બાર મહિના એમને ઊંચું પણ જોવું ન પડે. - ધર્મમાં પણ એમ જ છે. કોઈ એક કહે કે હું રોજ ઉપાશ્રયમાં બેસે છું, સૂઈ રહું છું. એ ઉપરથી એમ માનવા જેવું નથી કે આ બહુ કમાણીવાળો લાગે છે. હા, એ બેઠો બેઠો બીજું પણ કરતો હોય. કોણ શું કરે છે એની જ ગણતરી કરતો હોય, એમ તો પૂજારી પણ ભગવાન પાસે જ રહે છે. શું એ તરી જાય છે ? ? તરવાની રીત કાંઈ જુદી જ છે. આધ્યાત્મિક કમાણી સહેલી નથી. લય વાગવો એ બહુ મુશ્કેલ છે. શિખર ઉપર ગયેલા તળેટીએ આવી પછડાયાના હજારો દાખલાઓ છે. શિખર ઉપર ગયેલાઓને પણ કોઈક વાર પાછું નીચે તળેટીમાં જવાનું મન થઈ જાય છે. ધર્મમાં પણ એવું જ છે. માણસ ધર્મ કરતો હોય, એ બધાને છોડી બેઠો હોય. ક્રોધને છોડ્યો, માનને છોડ્યું, માયાને છોડી, લોભને છોડ્યો પણ કોઈક વાર એને પાછી એવી વૃત્તિ જાગે અને એ બીજા જ પ્રકારના લોભમાં ઊતરી જાય. ધનનો લોભ ન હોય પણ બીજો જ કોઈ લોભ જાગી જાય. આ બધું છોડીને એ શિખર ઉપર ગયો હતો, પણ બીજા લોભે પાછો એને ત્યાંથી તળેટીએ આણ્યો. નાનકે પેલા કાજીને એ જ કહ્યું, “પ્રાર્થના, નમાજ તો મેં કરી, તું તો મને ઝુકાવવાની ધૂનમાં હતો. તમે બંનેએ નમાજ પઢી છે જ ક્યાં ? તમે તો ખાલી ઊંચાનીચા થતા હતા. વૃત્તિ તો સ્વચ્છંદ થઈ ભટકતી હતી.” નવાબે અને ઈમામે પૂછ્યું : “અમારા મનની અંદર રહેલી વાત તમે કેમ જાણી ?' દિલ અને દિલ વચ્ચે સંદેશો ચાલ્યા જ કરે છે. મનના પડઘા છાના નથી રહેતા. માણસ ન બોલે તો પણ ઘણી વાર જણાઈ આવે છે. ૨૫૬ જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314