Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 286
________________ વિદ્યાથી ભરેલું છે, જેનું યોવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતથી મગ્ન બનેલું છે તે આ દેહને છોડવાનો દિવસ આવે તે કેવી રીતે છોડે ? યોગમાં દેહને છોડે. યોગની સમાધિમાં દેહ છોડે, પણ યોગ એટલે શું છે ? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે યોગ. હા, તનનો સ્વભાવ છે એટલે એ બીમાર પણ પડે. એવું નથી કે યોગી પુરુષોને તનની શાંતિ જ હોય. કદાચ અશાંતિ પણ હોય, પણ અશાંતિમાં પણ શાંતિનો અનુભવ કરે તે યોગીની વિશિષ્ટ શક્તિ છે. યોગીરાજ આનંદઘનજીનો એક જીવનપ્રસંગ યાદ આવે છે. તેઓ માંદા છે. ખૂબ તાવ આવેલો છે. એમનો એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તો ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ છે, ભક્ત કહ્યું : “ગુરુદેવ ! આપના શરીરમાં તો વર છે.” આનંદઘનજીએ કહ્યું : “વર તો આ શરીરને છે. આત્મા તો સ્વસ્થ છે.” “અબ હમ અમર ભયે ન મરેંગે” એ ગીત ત્યારે જ પ્રગટ્યું. દેહ વિનાશી છે અને હું તો અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. મરતી વખતે સીલ અને વીલ એ બે વાતો દૂર રહેવી જોઈએ. એક છોકરો આવીને કહે કે બાપુજી, વીલ કરવાનું બાકી છે, અહીં સહી કરો. બીજો કહે કે સીલ મારો. આમાંથી બચવાનું છે. પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા કરી નાખવી. જિંદગીનો મર્મ કોઈએ એક કવિને પૂછડ્યો ત્યારે એમણે હસીને કહ્યું, કોણ કેમ મરી ગયો એ તમે મને કહો એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયો.” જીવનનું સરવૈયું એ તો મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી જાય છે એ મોટી વાત છે. આ યોગની આનંદમય ભૂમિકા પ્રત્યેકને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહે; હું જાઉં છું. આપણે જીવ્યા, સાથે રહ્યા, હવે રડશો નહિ, આંસુ પાડશો નહિ, કાળાં કપડાં પહેરશો નહિ, કારણ કે હું તો મુસાફર છું. નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઉં છું.” યોગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને આત્માનો એક સંદેશો આપીને જવું એ સમગ્ર જીવનનો હેતુ છે, ઉદ્દેશ છે. આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તિષ્ક આદરભાવથી નમી જાય છે. આપણો વારસો કેવો પૂર્ણના પગથારે જ ૨૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314