Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 285
________________ આ અનુભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાર્થી જેમ પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ ક્રમશ: આગળ વધતો જાય છે અને એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શકતો નથી. એકદમ યુનિવર્સિટીમાં જાય તો એ peon કે સિપાઈ તરીકે જાય અથવા ક્લાર્ક તરીકે જાય પણ એ પ્રોફેસર તરીકે તો નથી જ જઈ શકતો. એટલે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શૈશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતો સુધરતો જ ઉપર જાય છે. જોકે એમાં પણ અપવાદ (exception) હોય છે. એમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવું પણ બની શકે છે, પણ એ અપવાદો સામાન્ય નિયમ (General rule) ન બની શકે. આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવવાનો સમય. આવા માણસો જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ બને અને વિદ્યાર્થીઓના ભોમિયા બને છે. તો એમ ઇચ્છું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં થોડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારોથી સમૃદ્ધ પુરુષો વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાર્થીઓને માત્ર બોર્ડિંગ (અને લૉજિંગ) મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ ક્યાંથી મળે ? વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુ:ખ છે ? તમારી શી વાત છે ? તો વિદ્યાર્થીઓ વાત્સલ્યથી વંચિત ન રહે, અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસ્કારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે. પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બોર્ડિંગ (અને લૉજિંગ)માં ભણતા છોકરાઓ માટે એક psychological problem છે. જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનોનો પ્રેમ ન મળે, ભાઈનો સ્નેહ ન મળે, એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પોતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદશ્ય બની જાય છે. એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, મન અને તનમાં મૌનનું સંગીત હોય તે બહુ ઉપયોગી નીવડે. “યોગેનાન્ત તનુ જ્ઞા” – ચૌથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ ૨૭૬ જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314