Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 280
________________ જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તો એ ગધેડા પર લાદેલા ચંદન જેવું ગણાય ને ? એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words and not of deeds is like a garden full of weeds. માત્ર શબ્દોનો સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન દાખવે એને એક બગીચા સાથે સરખાવ્યો છે; જેમાં પુષ્પો અને ફળો કાંઈ નથી માત્ર કાંટા અને ઝાંખરાં ઊભા છે. ભણતરથી માત્ર સ્મરણશક્તિ વધે, શબ્દશક્તિ વધે, વાક્યાતુર્ય વધે અને આચારણ ન વધે તો આપણા જીવનમાં ત્યાગનું તેજ કેમ આવે ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે ? શાશ્વત અને અશાશ્વતનો વિવેક કરવો એ જ તો વિદ્યાનું પ્રથમ લક્ષણ છે. બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે; તો એકાંત અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના જીવો પ્રત્યે કરું. આ દૃષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં અને એના આચારમાં એક જાતની ઉચ્ચતા આવે છે. આ ઉચ્ચતા લોકોને રાજી કરવા બહારથી લાવેલી નથી પણ અંદરથી ઊગેલી છે. વિશ્વમાત્રની પ્રાણીસૃષ્ટિમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે. આવી દૃષ્ટિવાળા માણસો આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એક વાર વ્હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પોતે કીચડમાંથી જઈ એને કીચડમાંથી કાઢે છે, પછી જ વ્હાઇટ હાઉસ જાય છે. ત્યાં કોઈએ ડ્રાઇવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ ? ડ્રાઇવરે કહ્યું કે ડુક્કરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે. આ સાંભળીને એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા. લિંકને કહ્યું : “રહેવા દો. મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યાથાનો કાંટો કાઢવા ડુક્કરને કાઢ્યા વિના છૂટકો નહોતો.” આટલું કહીને લિંકન ચાલતા થયા. બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થવું. આ એક સમભાવ અવસ્થા; પ્રાણીમૈત્રીની ભાવના; વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પોતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન, પોતાના દુ:ખને દૂર કરવા માટે જેવો પ્રયત્ન કરીએ એવો જ પ્રયત્ન જગતના જીવો પ્રત્યે આપણે કરતા રહીએ. દર્દ દૂર કરવા માટેની આપણી સતત અભિલાષા હોય ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાનો પ્રકાશ આવતો જાય પૂર્ણના પગથારે મ ૨૭૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314