Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 259
________________ માનો છો કે હું મરી જવાનો છું ? એટલા માટે મેં તમને બોલાવ્યા છે ?' મેં કહ્યું, “હું એટલા માટે નથી આવ્યો, હું તો તમને એ કહેવા આવ્યો છું કે આત્માની સાધના કરવી હોય તો નિવૃત્તિ અનિવાર્ય છે.” પેલા ભાઈ કહે, “હું તો પાછો ઊભો થઈ જવાનો છું. મહારાજ ! તમે આવી કેવી વાત કરો છો ? હજી તો મને પાંસઠ થાય છે. નિવૃત્તિ અત્યારે ?” આવાને કહેવું પણ શું ? મેં કહ્યું, “તમે તો હજી સો વર્ષ જીવો એવા સશક્ત છો, પણ જાગ્રત રહો એટલું જ મારું સૂચન છે. ચાલો, હું તમને ધર્મ સંભળાવું.” ચાર દિવસ પછી મેં સાંભળ્યું કે એ ભાઈ તો ઊપડી ગયા ! માણસ અજ્ઞાનમાં ન પોતાનું કરે છે. ન પાછળ રહેલાં સ્વજનોનું કરે છે. પણ માણસ જો દૃષ્ટિવાળો હોય તો સ્વનું પણ કરે અને પ૨નું પણ કરે. મને લાગે છે કે આજની જે દેહરૂપી કંપની Company છે એ ક્યારે ફડચામાં liquidationમાં જાય છે અને તેનાં સગાંરૂપી શૅરહોલ્ડરો રોતાં થઈ જાય એ ખબર પડે એમ નથી, જો ખરેખર વિચાર કરવા જાઓ તો આ સગાં બધાં જ શૅરહોલ્ડરો છે. કોઈકને નવ ટકા તો કોઈકને બાર ટકા મળ્યા જ કરે અને આ કાયારૂપી કંપની રળ્યા કરે. જેવી આ કાયારૂપી કંપની ગઈ એટલે સૌ રોવાનાં. એમાં જેના વધારે શૅર છે એ વધારે રોવે છે. રડવું કોને માટે છે ? કંપની માટે નહિ, કંપનીનો નફો profit બંધ થઈ ગયો . એને માટે. ૬૦ કે ૮૦ વર્ષનો માણસ મરતો ત્યારે પહેલાંના જમાનામાં લાડવાનું જમણ થતું, કારણ કે કંપની રળતી જ નહોતી. એમાં શૅરહોલ્ડરોને નાહવા-નિચોવવાનું કાંઈ જ નહિ. પણ યુવા કંપની હોય, રળતી હોય, શરીર સારું હોય, બે-પાંચ હજારનો પગા૨ હોય અને એ જો એકદમ જાય તો એની આસપાસના શૅરહોલ્ડરોને થાય કે હવે આપણું શું ? એટલે ખરી રીતે આત્મા માટે કોઈ રડતું નથી. વૃદ્ધ જાય ત્યારે તમે શું કહો છો ? ઘરડો માણસ હતો, સુખી થયો. છૂટ્યો. પૂછો : કોણ ? તું કે તે ? - ખરી રીતે જોવા જાઓ તો મરણ એ બીજું કાંઈ નથી, આરામ છે. માણસ બાર કલાક કામ કરે અને ઊંઘ ન આવે તો ઊંઘ લાવવા ગોળીઓ લેવી પડે. માણસ ૬૦ કે ૭૦ વર્ષ કામ કરે અને જો મૃત્યુ ન આવે તો થાય પણ શું ? આ પણ એક ઊંઘ છે, ચિરનિદ્રા છે. ઊંધ પછી પણ ઊઠવાનું છે અને મૃત્યુ પછી પણ જન્મ લેવાનો છે. ઊંઘ ખરાબ નથી, મૃત્યુ પણ ખરાબ નથી. પણ એ બે વચ્ચેનો જે ભેદ દેખાવો જોઈએ એ ભેદ જ્ઞાનદૃષ્ટિથી જ દેખાય. Jain Education International ૨૫૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314