Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras Author(s): Keshavlal Premchand Modi Publisher: Shakarchand Kalidas Mehta View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા, વાત્સલ્યનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણીગરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચ દિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ દીક્ષા-શતાબ્દી'ની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થઈ છે અને થઈ રહી છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલાં સ્મૃતિ સ્થાનો-તીર્થોમાં પણ વિવિધ ઉજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રાઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયા અને થઈ રહ્યાં છે. આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપન રૂપે પૂજ્યપાદશ્રીજીનાં દીક્ષા સ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુયઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિ સેવી રહ્યા છે. દીક્ષા શતાબ્દી વર્ષમાં જિનભક્તિ, ગુરુભક્તિ, સંઘ-શાસન ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષામહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાન સુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજ્યપાદ શ્રીજીના આજ્ઞા સામ્રાજ્યને આદરભરી અંજલી સમર્પવાની છે. આ મહદ્ યોજનાના જ એક ભાગરૂપે પ્રાચીન-અર્વાચીન શ્રુત-પ્રકાશનનું સુંદર અને સુદઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્ર સામ્રાજ્યના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચન પ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાશીર્વાદને ઝીલી પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર વિવિધ ગ્રૂતરત્નોનું પ્રકાશન “શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી ગ્રંથમાળાના” ઉપક્રમે નિર્ધાર્યું છે, તેના સત્તરમા પુષ્પરૂપે તપાગચ્છાચાર્ય વિમલશાખીય શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજ રચિત અને મોદી કેશવલાલ પ્રેમચંદ (L.L.B.) દ્વારા સંશોધિત શ્રી જંબુસ્વામિ રાસ તથા બારવ્રતની ટીપનો રાસ પુસ્તકનું પ્રકાશન કરતાં અતીવ આનંદ અનુભવીએ છીએ. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 99