Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ सलक्षणपाण्यादिमत्वे सति निर्लक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजक कर्म कुब्जम् । पतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभनिदानं कर्म हुण्डम् । એટલે નાભિથી ઉપરનો ભાગ વિસ્તાર, બાહુલ્ય રૂ૫ શ્રેષ્ઠ લક્ષણનું કારણ કર્મ ગોધ સંસ્થાને કહેવાય છે. એટલે નાભિથી નીચેના ભાગમાં કસર રહી, અને તે કસર પાપથી થાય છે માટે તે પાપ પ્રકૃતિ થઈ. સમચતુરસ્ત્રમાં અતિ વ્યાપ્તિ વારવાને માટે “નામર્થ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. નાભિના અધભાગ માત્રનું પ્રમાણ લક્ષણ સહિત જે કર્મ કરી આપે તે કર્મને સાદિ સંસ્થાન કહેવામાં આવે છે. અહિં પણ માત્ર શબ્દને પ્રયોગ ન કરવામાં આવે તે લક્ષણ સમચતુરસ્ત્રમાં ચાલ્યું જાય છે. માટે માત્ર એ પદ મૂકવામાં આવ્યું છે તેમ સમજવું. હાથ પ્રમુખ લક્ષણ સહિત હોવા છતાંય છાતી પ્રમુખ અવયવોને નિર્લક્ષણ બનાવનાર કર્મ કુજ કહેવાય છે. અહિં વામનમાં જતી અતિવ્યાપ્તિ વારવાને માટે “સસ્ટક્ષTIઇrfમરવ' એ પદ મૂકવામાં આવ્યું. કુબજથી વિપરીત લક્ષણવાલું વામન કહેવાય છે. અર્થાત છાતી આદિ લક્ષયુક્ત હોય અને હાથ આદિ નિર્લક્ષણ હેય તે વામન કહેવાય છે. શરીરનાં તમામ અવયવોને અશુભ લક્ષણ ઉત્પન્ન કરાવનારું કર્મ હુંડ સંસ્થાન કહેવાય છે. એવી રીતે ખ્યાતી પ્રકારે પાપના અનુભવો પાપ તત્ત્વ સંલગ્ન પ્રાણીને થયા જ કરે છે. માટે આ પાપ તત્ત્વની પીછાન થતાં અને તેની હેયતા સમજાતાં જરૂર એને ત્યાગ કરવો જોઈએ. આ કાર્ય૩૫ પાપને અને તેના કારણોને સમજીને દૂર કરી શકાય. જે રોગનું નિદાને હાથમાં ન આવે તે રોગને કેવી રીતે દૂર કરી શકાય ? તેને માટે વૈવો પણ પ્રથમ નિદાન ખાળે છે, અને બાદમાં રોગને નાબૂદ કરી શકે છે. તેવી જ રીતે આપણે આ ખાસી ભેદનાં કારણ જાણવા જોઈએ. તે કારણે પ્રભુ શ્રી મહાવીરે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે पापबन्धहेतवस्तु-प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्तकोध. मानमायालोभरागद्वेषक्लेशाभ्याख्यानपिशुनतारत्यरतिपरपरिवादमाया पृषावादमिथ्यात्वशल्यानि ।। કોઈની પણ હિંસા કરવાથી, જુઠ બોલ થી, ચોરી કરવાથી, મૈથુન સેવવાથી, મુર્ણાધીન થવાથી, અપરાસ્ત ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, રાગથી, દેશથી, ખે કલંક ચઢાવવાથી, ચાડી ખાવાથી, પુદ્ગલોમાં ખુશી દીલગીરી માનવાથી, અન્યની નિંદા કરવાથી, નાના પ્રકારની ભાષા અને વેશ ભજવવો અને તપૂર્વક મૃષાવાદ સેવવાથી તથા જિનેશ્વરોત તત્વથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ શલ્પને સેવવાથી ઉપર્યુક્ત પાપનો અનુભવ કરવો પડે છે. માટે બહેતર છે કે, હરેક આત્માએ ઉપયુક્ત પાપને ત્યજવા માટે વીતરાગોક્ત ચારિત્રના શરણમાં દાખલ થવું અને વારંવાર ભોગવાતાં દુઃખોથી અડકી જવું. [ચાલુ ] For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54