________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૩૨ ] === અવર જવર ધાર્મિક કારણે રહેતી એટલાં શ્રાવકનાં ઘર હતાં, બીજી પ પિષધશાળાઓમાં એ પ્રમાણમાં હશે જ એ સ્વાભાવિક છે. આ પ્રતિષ્ઠા કરનાર સૂરિપુંગવ પાલનપુરનગરમાં જન્મેલા હતા. તેમના ગુરૂ દેવસુંદર તપાગચ્છી હતા. તેમને બેધથી ઘણું જિનાલય ને ઘણી સંધયાત્રાઓ એમ ઘણાં ધર્મકાર્યો થએલાં હતાં.
સરકારી દફતરે સને ૧૯૦–૮ માં આક. સર્વે ઑફ ઇડીઆના રિપોર્ટમાં આ તીર્થ સંબંધી કેટલીક વિગતો મળે છે.
કોઈ કહેશે કે આટલું બધું સુંદર મંદિર હોવા છતાં એ જાહેરમાં કેમ નથી આવ્યું? જવાબ એટલો જ છે કે–“આ દેશ પરદેશીને આધીન છે તેથી પરાધીન પ્રજાને જે સ્વભાવ કે-શાસક પ્રજાને બેલાએલ બેલ પ્રમાણ ગણુ એ નિયમે પરદેશી અંગ્રેજ મુસાફરોએ રેલવે સ્ટેશન દૂર હોવાથી તથા તેમનું બીજું કોઈ થાણું નજીક નહિ હોવાથી આ તીર્થનાં વર્ણન લખેલાં નથી તેથી એ જાહેરમાં આવેલ નથી. જે રાણકપુર પાસે કોઈ પણ આધુનિક થાણું -સ્ટેશન, કંપ વગેરે હોત તો આબુની જેમ મુસાફરોનાં ટોળાં અહીં ઉતરી પડત. પણ તેવા મુસાફરોનાં ટોળાં નહિ આવવાથી તેની કિંમત કિંચિત પણ ઘટતી નથી, જ્યારે શોધક દૃષ્ટિના પ્રેક્ષકેની જાણમાં એ વાત આવે છે ત્યારે એઓ અમૂલ્ય આનંદ અનુભવે છે. તેને આખો દેખાવ કેમેરામાં એક વખતે આવી શકતા નથી. ત્રીસ થાંભલા ઉપરાઉપરી ગોઠવી સુમારે ત્રણ ફૂટ ઉંચે વાળેલા ઘુમટનું કામ જતાં ડોકું દુખી જાય છતાંએ સંતોષ થતો નથી, (બીજાપુર દક્ષિણને ઘુંમટ મેટે છે, પણ કોતરકામ હીન છે. )
હાલમાં રાજપુતાના એજન્સીમાં, વિશ્વ વિખ્યાત ત્રણ જિનાલય બંધાવનાર પ્રાગ્વાટ પિરવાડ વણિક વિમલ ને વસ્તુપાળ તેજપાળ ગુર્જર મંત્રીશ્વર અને ધરણશાહનું નામ ભાવિક ધાર્મિક તેમજ બીજાઓના મુખે દીર્ધ કાળ સુધી ભૂલાશે નહિ. એવાં મંદિરે જેનેની ધર્મભાવના કેટલી ઉંચી હતી તેની સાબીતી સાથે તેમની આર્થિક ઉન્નતિનું ભાન કરાવે છે. ધરણવિહાર રાણકપુરજીમાં બનતો હતો તે સમયમાં માંડવગઢ (એકલાખ લક્ષાધિપતિઓનું શહેરોમાં મેઘમંત્રીએ નાતજાતના ભેદવગર દશેરના લાડુમાં અકેકે સોનૈયે રાખી લાણી કરેલી. એવા ધનવાને એ સમયમાં હતા. તેઓ ઘણું ગ્રંથભંડારે ને જિનાલયો વગેરેના જીર્ણોદ્ધાર વગેરે કરી આ દેશના ચરણે અમૂલ્ય મિલકત સંપતા ગયા છે.
ટુંકાણમાં ૪૮૦૦૦ ચોરસફૂટ જમીનપર ૧૪૪ - થાંભલા અને ૮૪ ભૂમિમંદિરે ને ૮૪ દેવકુલિકાએ સાથેના ચતુર્મુખ ત્રણ મજલાના, ધરણશાહે ૬ ૩ વર્ષને ૯૯ લાખ સુવર્ણમુદ્રા અને તેમાક ભંડારી ચિતડ, અને ધર્મસિંહે ૮૨ દહેરીનાં કરેલાં શિખરોવાળું અને શ્રી સોમસુંદરસૂરિ જેવાના હસ્તે સ્થપાયેલ, પાંચસો વર્ષ જુનું આ મંદિર અત્યારે ગાઢ જંગલમાં રાની પ્રાણીઓના ગરવ અને ડુંગરો વચ્ચે ઉભું છે. દરેક દેશપ્રેમી અને ધર્મપ્રેમીએ જીણોદ્ધારમાં યથાશકિત મદદ કરી પોતાનું કર્તવ્ય અદા કરી આ વિશ્વની અનુપમ ઈમારત કાયમ રાખવા બનતું કરવું જરૂરી છે. આવાં મંદિરોનું વર્ણન અક્ષરોમાં ઉતારવામાં આવે છતાં નજરે જોયા વિના તેને ખ્યાલ કે આનંદ મળી શકતું જ નથી
[ અનુસંધાન પૃષ્ઠ ૩૩ માં ]
For Private And Personal Use Only