________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કર્યું છે કે આપણું પૂજ્ય મુનિ મહારાજે અવસરે સારામાં સારા ઐતિહાસિક, ધાર્મિક કે સાહિત્યિક લેખો લખી શકે છે. ખરેખર, આ એક બહુ જ આનંદની વાત છે.
આ પછી શ્રી ગોપાળદાસ પટેલે બહાર પાડેલ “શ્રીભગવતીસાર' અંગેની માંસાહારની ચર્ચા ઉપસ્થિત થઈ. “શ્રીભગવતીસાર માં શ્રી ગોપાળદાસ પટેલે એક ઠેકાણે ભગવાન મહાવીરસ્વામીએ પિતાના એક શિષ્યને પિતાને માટે, રાંધેલું માંસ વહેરી લાવવાને આદેશ કર્યાની વાત લખવામાં આવી છે. આ પુસ્તક બહાર પડયા પછી સમાજમાં ઠીકઠીક ઊહાપોહ જાગ્યો હતો અને તેથી સમિતિના ઉદ્દેશ અનુસાર એ આક્ષેપને યોગ્ય પ્રતિકાર કરવાનું કાર્ય સમિતિએ ઉપાડી લીધું હતું. આ પ્રતિકાર અંગે સમિતિ તરફથી મુખ્ય ત્રણ કાર્ય કરવામાં આવ્યાં હતાં :
(૧) “પ્રસ્થાન'ના તંત્રીએ શ્રી ગોપાળદાસ પટેલને લેખ છાપ્યો અને આપણું તરસ્થી મોકલાયેલ લેખ ન કેવળ પાછા જ મોકલ્યા, પણ તે લેખો પ્રગટ થાય તે પહેલાં જ શ્રી ગોપાળદાસ પટેલને વાંચવા માટે મોકલીને તેના જવાબો શ્રી ગોપાળદાસ પાસે તૈયાર કરાવ્યા. આ અંગે સમિતિએ પ્રસ્થાન'ના તંત્રી સાથે પત્રવ્યવહાર કરીને તેમણે લીધેલ પગલાની ભૂલ તેમને સમજાવી અને એના પરિણામરૂપે છેવટે તેમને મોકલેલા લેખો “પ્રસ્થાન'માં પ્રગટ કરવાનું સ્વીકારવું પડયું. “પ્રસ્થાન'ના તંત્રી સાથેને આ બધે પત્રવ્યવહાર શ્રી જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ ચયાના સાતમા અંકમાં પ્રગટ થયો છે.
(૨) આ અંગે બીજુ અને સૌથી મહત્ત્વનું કાર્ય શ્રી ગોપાળદાસ પટેલે કરેલ આક્ષેપને શાસ્ત્ર અને યુક્તિને આધારે સચોટ જવાબ આપવાનું હતું. આ માટે સમિતિના પૂજ્ય સાધુમહારાજે પાસે ખાસ લેખ લખાવીને પ્રગટ કરવામાં આવ્યા હતા. સમિતિના પૂજ્ય સાધુમહારાજે સિવાય બીજાઓના લેખો પણ પ્રગટ કરવામાં આવ્યા હતા. આવા લેખે માટે ૬૦ પાનાને એક આખો અંક (અંક સાતમે) રોકવામાં આવ્યા હતા. જે વિદ્વાનોએ એ અંક જોયો છે અને તેમાંના શાસ્ત્રીય પુરાવા અને દલીલોથી ભરેલા લેખ વાંચ્યા છે તેમણે તેની ભૂરી ભૂરી પ્રશંસા કરી છે.
(૩) જૈન સમાજમાં આ ચર્ચા અંગે આટલો ઊહાપોહ થયા છતાં, જૈન સમાજના દરેક ભાઈ બહેનનું આ ચર્ચાથી ખૂબ ખૂબ દિલ દુભાવા છતાં અને ઉપર લખ્યા પ્રમાણે સમિતિ તરફથી એ આક્ષેપને નિરાધાર ઠરાવતા સચોટ લેખે બહાર પડયા છતાં, ગમે તે કારણસર શ્રી ગોપાળદાસ પટેલે, એક તટસ્થ વિદ્વાનને છાજે તેવી ખેલદીલીથી, પિતાની ભૂલ ન સ્વીકારી-ને સુધારી ત્યારે છેવટે એ દિશામાં એક વધુ પ્રયત્ન કરી જોવાનું સમિતિને યોગ્ય લાગ્યું. અને આ પ્રયત્ન તે શ્રી ગોપાળદાસ પટેલને આપણું આગમના અભ્યાસી કોઈ પૂજ્ય આચાર્ય મહારાજને મેળવી આપીને આ ચર્ચા અંગેનું આપણું દૃષ્ટિબિંદુ તેઓ સમજી શકે અને એમની વાત આપણે સમજી શકીએ, એવી વ્યવસ્થા કરવી. આ માટે અમે શ્રી ગોપાળદાસ પટેલ સાથે પત્રવ્યવહાર કર્યો અને તેમાં તેમને આવી મુલાકાત ક્યારે અનુકૂળ થઈ પડશે એ પૂછાવ્યું. જવા
For Private And Personal Use Only