________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
છે કે સમિતિ અને “શ્રી જેને સત્ય પ્રકાશ' માસિક ધીમે ધીમે સૌ પૂજ્ય સાધુમહારાજે અને સદ્દગૃહસ્થોને ચાહ અને સહકાર મેળવતાં જાય છે.
અમે તો માનીએ છીએ કે આ સમિતિ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની છે. તેઓ આની ઉપયોગીતા સમજીને તેને પિતાની સમજે અને હમેશાં સલાહ, સૂચના અને સહાયતા દ્વારા સહકાર આપતા રહે, એ જ પ્રાર્થના !
પૂજ્ય સાધુમહારાજને વિનંતિ લેશમાત્ર પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે આ સમિતિની ઉત્પત્તિ આપણા પૂજ્ય સાધુમહારાજને જ આભારી છે. તેમણે દૂરંદેશી વાપરીને, ભવિષ્યમાં જૈનધર્મ કે સાહિત્યને પારકાના હાથે હાનિ ન થાય તે માટે આ સમિતિની સ્થાપના કરી છે.
આપણે જાણીએ છીએ કે આપણા શ્રમણપ્રધાન ચતુવિધ શ્રી સંધમાં પૂજ્ય સાધુમહારાજનાં સ્થાન અને પ્રભાવ અજોડ છે. એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેઓ જે કંઈ કરી શકે છે તે બીજી રીતે દુઃસાધ્ય બને છે. સમિતિ પણ એક ધાર્મિક સંસ્થા છે. એટલે તેના અમુક કાર્ય માટે જેમ ગૃહસ્થની મદદની આવશ્યકતા છે તેમ પૂજ્ય સાધુસમુદાયના સહકાર વગર એનું કાર્ય નભવું અશકય છે. વધુ નહીં લખતાં આ સમિતિની સ્થાપના અંગે મુનિસમેલને જે ઠરાવ કર્યો છે તે અહીં રજુ કરીએ છીએ :
ઠરાવ દસમે-ધમ ઉપર થતા આક્ષેપોને અગે' “આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાન અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમદ્ સાગરાનંદસૂરિજી (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (વર્તમાનમાં આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દશનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય, નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં ચોગ્ય મદદ જરૂર કરવી, તેમજ એ મંડળીને જેઈલી સહાય આપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપવો.”
આ સમિતિ અને આ માસિક બન્ને સમગ્ર સાધુ સમુદાયનાં પિતાનાં જ છે એટલે અમારે વિશેષ કહેવાનું કશું નથી. આ ઠરાવ મુજબ સૌ પૂજ્ય સાધુ મહારાજે અમને જરૂર વધુને વધુ સહકાર આપતા રહે એવી આશા રાખીએ છીએ.
છેવટે-આ અંકથી શરૂ થતા નવા વર્ષ દરમ્યાન અને તે પછી પણ સમિતિ વધુ ને વધુ ધર્મસેવા કરી શકે, એવો ચતુર્વિધ શ્રી સંધ પાસે આર્શિવાદ માગીને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
For Private And Personal Use Only