________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું વર્ષ
===[ ૪૯ ] બમાં તેમણે આવી મુલાકાત માટે સાફ ઈન્કાર કર્યો અને એ ઈન્કાર કરવાના કારણે તરીકે પોતાના સ્વભાવને આવી ચર્ચા નથી ફાવતી એમ લખ્યું. તેમને આવો જવાબ આવ્યા પછી, જ્યારે તેઓ કોઈ પણ રીતે વાત જ કરવા તૈયાર ન હોય ત્યાં બીજુ કરવાપણું શું રહે? એમ સમજી “શ્રી જેન સત્ય પ્રકાશ'ના ૧૦–૧૧ મા અંકમાં તંત્રીની નોંધ લખીને અત્યાર પૂરતી આ ચર્ચા અમે બંધ કરી.
આથી કોઈએ એમ માનવાની જરૂર નથી કે શ્રી ગોપાળદાસ પટેલની વાત કાયમ રહી અથવા તો એ ચર્ચાને હંમેશ માટે માંડી વાળવામાં આવી. આ માટે અવસરે પ્રયત્ન કરવાનું નહીં ભૂલવામાં આવે. આ પ્રયત્ન ગમે ત્યારે થાય, છતાં જ્યાં સુધી તટસ્થ અભ્યાસીઓને કે આપણા સમાજને લાગેવળગે છે ત્યાં સુધી તેમને તો શ્રી ગોપાળદાસ પટેલે કરેલ આક્ષેપની નિરાધારતા માટે ખાત્રી જ છે, અને તેટલા પૂરતો સમિતિને પ્રયત્ન સફળ થયો છે જ. જે કંઈ અફસોસ છે તે માત્ર એટલા જ પૂરતો કે–આગમના અનુવાદ કરવાની જવાબદારી પિતાના શિરે ઉઠાવવા છતાં શ્રી ગોપાળદાસ પટેલ, પિતે એક વખત કરેલ ભૂલને ન કેવળ નથી સુધારતા પણ એ ભૂલ ચોક્કસ રીતે સમજી શકાય એવા સ્થળે જવાનું કે એવો પ્રયત્ન કરવાનું પણ તેમને નથી ગમતું. આપણે સા આશા રાખીએ કે ભવિષ્યમાં તેમને પિતાની ભૂલ સમજાય અને તેમના હાથે જે અન્યાય થયો છે તે દૂર થાય. અસ્તુ !
આવી સમિતિની જરૂર માંસાહારની ચર્ચા પ્રસંગે, તેમજ તે પહેલાં પણ ઉપસ્થિત થયેલી એવી કેટલીક ચર્ચા પ્રસંગે, સમિતિએ જે કાર્ય કર્યું છે તે ઉપરથી જરૂર સૌને એમ લાગવા માંડયું છે કે આપણા સમાજ માટે આવી સમિતિની મટી જરૂર છે. આવી એક ભયસ્થ સંસ્થા જેવી સંસ્થા હોય તો જ તે આવા આક્ષેપોને યોગ્ય પ્રતિકાર કરી શકે
આપણે સજાણીએ છીએ કે સમયે સમયે એક યા બીજા કારણોસર અન્ય ધમીઓ તરફથી જૈનધર્મ કે સાહિત્ય ઉપર આક્ષેપ થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણુ થવાની પૂરી સંભાવના છે. આવી પરિસ્થિતિમાં જો આપણી પાસે એને યોગ્ય પ્રતિકાર કરી શકે એવી સંસ્થા ન હોય તે ધીમે ધીમે એવા આક્ષેપોની સંખ્યા વધતી જ જાય અને સમાજમાં આપણું માટે ખૂબ ખૂબ ગેરસમજ ફેલાવા પામે. આવું ન બનવા પામે એ માટે જ તે આપણું મુનિસમેલને આ સમિતિને સ્થાપવાનું યોગ્ય ધાર્યું છે.
આપણું સમાજમાં સમયે સમયે ઉપસ્થિત થઈ જતી કોઈ પણ પ્રકારની આંતરિક ચર્ચામાં લેશ પણ ભાગ લીધા વગર, હમેશાં બીજાઓ તરફથી કરવામાં આવતાં આક્રમણોને યોગ જવાબ આપવામાં જ જે દત્તચિત્ત રહી શકે એવી સંસ્થા જ આવા પ્રસંગે સફળ રીતે કાર્ય કરી શકે. અમારી સમિતિએ જે કંઈ કાર્ય કર્યું તેમાં આ નીતિને અમે સચોટ રીતે વળગી રહ્યા છીએ, અને ભવિષ્યમાં પણ એ જ નીતિને વળગી રહીશું. અમે તો માનીએ છીએ કે આ–આંતરિક ચર્ચામાં લેશ પણ ભાગ ન લેવાની-નીતિ સમિતિ માટે પ્રાણસમી છે. અને આ નીતિને કડક રીતે વળગી રહેવાનું જ એ પરિણામ
For Private And Personal Use Only