________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીતીન્દ્રનગર
પોતીન્દ્ર નામના પુરાતન નગર પર મહારાજા ખારવેલની ચડાઈ.
બાવીસસો વર્ષ પરની અતિહાસિક ધખોળ.
લેખક. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. આ પુરાતન નગર માટે જેનોને ઉત્તરાધ્યયન સૂત્ર. (૨૧, ૧-૪)માં પીહુડ નામના શહેર માટે વર્ણન કરવામાં આવેલ છે. પુરાતન પીહુડ અને પીતીન્દ્ર બંને
એક જ હોવાને . સિલ્વન લેવી નામના વિદ્વાને મત આપેલ છે. અંગ દેશની રાજધાની ચંપાને એક વ્યાપારી પીતીન્દ્રમાં રહેતો હતો. પીતીન્દ્ર નામના નગર માટે હાથી ગુફામાંના મહારાજા ખારવેલના શિલાલેખમાં “પીથુડ” નામનો ઉલ્લેખ મળી આવેલ છે. પીયુડ એટલે “ગધેડાઓ વડે ખેંચાતા હળથી ખેડાએલું સ્થાન ” એવો અર્થ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત ખગોળવેત્તા ટેલેમીએ કૈલાઇના વિસ્તાર તરીકે પીતીન્દ્રને એળખાવેલ છે. “મલાઈ” શબ્દ મૈઝોલસ નદી ઉપરથી નીકળેલો છે. મૈલિસ નદી એટલે ગોદાવરી અને કૃષ્ણનદીનાં મુખને પ્રદેશ. આ પ્રદેશમાં નાગવલી નદી છે જે લાંગુલીઆ પણ કહેવાય છે. મીકાલ શહેર એ નદી ઉપર આવેલું છે. પુરાણોમાં લાંગુલીઆ નદીને લાંગુલી કે લાંગુલિની કહેલ છે. ( M. A. R. LVII. 27 ) લાંગુલી નામને સંબંધ લાંગુલ એટલે હળ સાથે રહેલ છે. મહારાજા ખારવેલના અસામાન્ય દંડનું એ શબ્દથી ચિરસ્થાયી રીતે સ્મરણ થઈ શકતું હોય તેમ ભાસે છે.
પીતીન્દ્ર નામના નગરની શોધખોળ કરવાની આપણે આશા રાખી શકીએ નહી, સબબ મહારાજા ખારવેલે ટોલેમી પહેલાં થોડા સૈકા અગાઉ તેને નાશ કરાવ્યું હતું. છતાં પુરાતન વસ્તુઓના આધાર પરથી પટેલેમીએ તેને ઉલ્લેખ કર્યો હોય એમ જાગાઈ આવે છે. (I A. 1926 P. P. 145 -46.)
શહેરનું પુરાતન નામ “પૃધૂદક” હોય એમ જણાય છે. પૃધૂદક એટલે પાણીથી ખુબ ભીંજાયેલું. “પૃથૂદક” એ થાનેશ્વર પાસેના એ જાણીતા સ્થળનું પણ નામ છે. આ સ્થળ તે હાલનું પહેઆ (C. A. G. P. P. 885, 702) છે. જૈન સૂત્રમાં વર્ણવેલ “પીવું” અને “પીથુડ” એ બંનેનું મૂળ તેમાંથી સહેલાઈથી નીકળી શકે. ટેમીના પીતીન્દ્ર”માં જે વધારાને “ર” છે તેને ખુલાસો મેળવવામાં વિશેષ મુશ્કેલી જેવું નથી,
For Private And Personal Use Only