________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ નાગકેતુ
-------= ૩૭ ]. નાગકુમાર (ધરણેન્દ્ર) થી પુત્ર સજીવન થયેલો જાણી કુટુંબીઓએ તેનું નાગકેતુ નામ પાડ્યું. અનેક લાડકોડમાં ઉછરતે શ્રીસખીને પુત્ર નાગકેતુ યૌવન વય પામતાં શોભવા લાગ્યો. તેની કમલ સમી કોમળ કાયા તપ-જપ અને પ્રભુ ભકિતમાં મગ્ન રહેતી. ધમવર્ગમાં પરમ શ્રાવક તરીકે તેની કીર્તિ સારામાં સારી હતી. આમ નાગકેતુનું ધર્મપરાયણ જીવન ઉચ્ચત્તમ સંસ્કાર અને સદ્વર્તનથી ખીલી ઉઠયું હતું. એક સમયે મહારાજા વિજયસેને એક નિરપરાધીને, તે ચોર નહી હોવા છતાં, ચેર માની હો. આથી દુષ્યને અસમાધિ પૂર્વક મરણ પામી તે વ્યંતરપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે જ તેણે જ્ઞાનનો ઉપયોગ મૂકી પિતાને પૂર્વભવે નીહાળ્યો. એટલે કે, જ્યાં વિજયસેન રાજા બેઠો હતો ત્યાં આવ્યું. આવતાંની સાથે તેણે પાદપ્રહારથી વિજયસેન રાજાને રૂધિર વમતે કરી સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પટકયો. રાજાના હોશ ઉડી ગયા. આથી પણ એ વ્યંતરને રોષ શાંત થયો નહતો. હૃદયમાં હજુ ય ક્રોધદાવાનલ સળગતો હતો, એટલે આટલાથી નહીં અટકતાં તેણે, સમગ્ર નગરીનું નિકંદન કરવા, દેવ માયાથી ગગન મંડલમાં એક મોટી ભયાનક શિલા વિવિ. અને સમસ્ત નગરીને સંહાર કરવા શિલાને પટકવાની તૈયારી કરવા લાગે. ભયબ્રાન્ત બનેલા પરજને આમતેમ ભાગનાશ કરવા લાગ્યા. સૌના જીવ જોખમમાં આવી ગયા. કેઈ ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. કેઈ માલમીત સંભાળવા લાગ્યા. કોઈ ભેંયરાઓમાં કે કોટરોમાં સંતાવા લાગ્યા. થોડી વારમાં સમસ્ત નગરમાં હાહાકાર મચી ગયો. લોકોનાં કરૂણાજનક આકંદ નાદેથી સમસ્ત નગર ગાજી ઉઠયું. સૌની એક સરખી દષ્ટી આકાશ મંડલમાં સ્થિર થઈ ગઈ. પણ તેને નિવારણ કરવા કોઈની પણ શક્તિ ચાલી નહીં.
પણ નાગકેતુ પામર માનવ ન હતું, એનું તબળ કાઈ અનેરું હતું. તેનામાં એકદમ આત્મ-ચૈતન્ય ક્યું અને જિનમંદિર તેમ જ ચતુર્વિધ સંધ વગેરેનું સંરક્ષણ કરવા તે કટિબદ્ધ થયાં. પુણ્યવંત પ્રાણ સન્મુખ દેવની પણ શક્તિ તીરભૂત થઈ જાય છે. તરત જ નાગકેતુ મંદિરના શિખર ઉપર ચઢો, અને આકાશમાંથી પડકાતી શિલા સામે પોતાને એક જ હાથ ઉંચો કર્યો. બસ. એ અતુલબલી નાગકેતુને એક હાથ ઉંચો થયે એટલે ખલાસ ! તેના તપોબળ આગળ એ વ્યંતરની શક્તિ હણાઈ ગઈ. તરત જ શિલા સંકારી તે નાગકેતુના ચરણે પડયો, અને તેની ક્ષમા પ્રાથ, અને નાગકેતુના વચનથી વિજયસેન રાજાને નિરૂપદ્રવ કર્યો. છેવટે મહાબલિષ્ઠ નાગકેતુની પ્રસંશા કરતો તે વ્યંતર દેવલોકમાં ગયો. પૌરજનો તેમજ રાજા વિજયસેન આશ્ચર્ય ચકિત થયા, અને નાગકેતુને પુનઃ પુનઃ ધન્યવાદ આપતા તેના તપસ્તેજની પ્રશંસા કરવા લાગ્યા. પુણવંત નાગકેતુની કીર્તિ ચારે તરફ ફેલાણી. સૌ જ નાગકેતુને “જીવનદાતા” તરીકે માનવા લાગ્યા.
[૩] મહર્ષિ નાગકેતુ ધર્મમાં જેનો આત્મા ઓતપ્રોત થયેલો છે એવો નાગકેતુ પ્રભુ–પુજા, ગુરૂવંદન, જિનવાળી શ્રવણ, તપ-જપ વગેરે અનુષ્ઠનમાં નિશદિન મશગૂલ રહેતો. તેને આત્મા તેનાથી અત્યંત રંગાયેલું હતું. શ્રાવકનાં વ્રત પાલન કરવામાં તેને અપૂર્વ આનંદ આવતો.
[ અનુસંધાન પૃષ્ઠ ૪ર માં |
For Private And Personal Use Only