________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકવિ હેમવિજયગાણિ
લે. શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ થોડા સમય અગાઉ મને “કીર્તિકલેલિની' નામની હસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત થઈ હતી. આ એક ખંડ કાવ્ય છે. તેની રચના કોઈ અદ્ભુત હાથે થયેલી હેવી જોઈએ; એમ જણાતાં તેની ઐતિહાસિક માહિતી મેળવવા મેં પ્રયત્ન કર્યો અને તેના સંશોધન અંગે આવશ્યક સામગ્રીઓ પણ મેળવી. કર્તાની ઐતિહાસિક માહિતીઓ ખાસ મળી શકી નથી, છતાં જેટલું પ્રાપ્ત થઈ શક્યું તે વાચકે સમક્ષ મૂકું છું.
કાતિલ્લોલિની” નામના ખંડ કાવ્યના કર્તા પંડિત હેમવિજયગણિ છે. શ્રી. હેમવિજયજીનું ગ્રહસ્થાવસ્થાનું કંઈ પણ વૃત્તાન્ત, મહાપ્રયત્ન પણ જાણવા મળી શકયું નથી; અને તેમના સાધુ જીવનમાં તેમની અનેક કૃતિએારૂપ સાહિત્ય-સેવા સિવાય બીજા કંઈ પણ વિશિષ્ટ કાર્યોને ઉલ્લેખ કોઈ પણ ગ્રંથોમાં મળતું નથી. કેવળ શ્રી હીરવિજયસૂરિની સમ્રાટ અકબર સાથેની મુલાકાતમાં તેઓ સાથે હતા તેવા ઉલ્લેખ “હીરવિજયસૂરિ રાસ’ અને ‘સુરીશ્વર અને સમ્રા’ વગેરે ગ્રંથોમાંથી મળી શકે છે.
તેઓ મુનિસુંદરસૂરિની પટ્ટપરપરાના લક્ષ્મીબદ્રીય શાખાના હતા, તેમ તેમના “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય "ની ગુણવિજયજી કૃત અંતિમ પ્રશસ્તિ પરથી જણાય છે.
મુનિસુંદરસૂરિ
લક્ષ્મીભદ્ર
(લક્ષ્મીભદ્રીય શાખા)
રત્નશેખર
હેમવિમલ
શુભવિમલ
અમરવિજય
કમલવિજય
હેમવિજય – વિદ્યાવિજય
ગુણવિજય
For Private And Personal Use Only