Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહર્ષિ નાગકેતુ અંક ૧ ] = =[ ૩૫ ] આરાધના કરવાની ભાવના સુનન્દના હૃદયમાં પ્રગટી હતી. આ પર્યુષણમાં અઠ્ઠમ તપ કરવો, એમ હૃદયમાં તેણે દઢ સંકલ્પ કર્યો હતો. પણ કોને ખબર કે સુનન્દની મનેભાવના મનમાં જ સમાઈ જશે. અમને તપ બાકી જ રહી જશે. અઠ્ઠમ કરવાની આ ભાવના ભાવતાં ભાવતાં એક દિવસ સુનન્દ ઘર પાસેની તૃણ કુટીરમાં સુઈ ગયો. કોને ખબર હતી કે હવે એ ફરી પાછો ઉઠવાને નથી ! સુનન્દની ઓરમાન માતા તે રાહ જોઈને જ બેઠી હતી કે જ્યારે સમય આવે અને એનું કાશળ કાઢી નાખ્યું. તેણે તરત જ આ તકને લાભ લઈ તૃણુ-કુટિરમાં આગ લગાવી દીધી. થડી વારમાં તે અગ્નિ ચારે તરફથી સળગી ઊઠય. ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. અને જોતજોતામાં સુનન્દનો દેહ સળગી ઉઠય. અગ્નિની જ્વાલામાં સળગતો સુનન્દ, અપર માતાનું લેશ પણ બુરું નહીં ચીંતવતાં, પોતાના પૂર્વકૃત પાપકર્મને જ નિન્દવા લાગ્યો. થોડા જ વખતમાં સમાધિપૂર્વક મરણ પામી, પરોકમાં ચાલ્યા ગયે. [૨] તપસ્વી નાગકુમાર ચંદ્રની સાથે સ્પર્ધા કરતી ચંદ્રકાન્તા નગરીમાં વિજયસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનની રેલમછેલ ઉડતી હતી. વ્યાપારીઓને વ્યાપાર ધમધોકાર ચાલી રહ્યો હતો, ધર્માઓનાં ધર્મસ્થાનકો ધાર્મિક ક્રિયાઓથી ધમધમી રહ્યાં હતાં સદ્દગૃહસ્થની ગગનચુંબી મહેલાતા અને બાગ-બગીચાઓ ઠેકઠેકાણે શોભી રહ્યાં હતાં. અને સદ્ગુરૂની સુધાર્ષિણી વાણુને સ્વાદ સૌ ઝીલતું હતું. એ નગરીમાં એક શ્રીકાન્ત નામનો વ્યવહારી રહેતા હતા. તેને શ્રી સખી નામની શીલવતી પત્ની હતી. તેના ધનવૈભવને પાર નહોતે, છતાં પુત્ર રત્ન વિના આ બધું યે બનેને સ્મશાન જેવું ભાસતું હતું. ગમે તેટલી ઋદ્ધિ-સિદ્ધિ હોય, પણ પુત્ર રત્ન વિના તે સર્વ નિષ્ફલ છે, એમ તેઓ સારી પેઠે સમજતા હતા. પણ કરે શું? આ તે ભાગ્યાધીન વસ્તુ રહી. આમને આમ કેટલેક વખત પસાર થયો. - હવે જાણે બંનેને પુણ્યોદય જાગ્યો હોય તેમ શ્રીસખીએ ગર્ભ ધારણ કર્યો. શ્રેષ્ઠ શ્રીકાંતના આનંદને પાર રહ્યો નહીં. પૂર્ણમાસે શ્રીસખીયે પુત્રરત્નને જન્મ આપે શ્રીકાંતે પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો. પતી-પત્ની પુત્ર રત્ન પામી હર્ષઘેલાં બન્યાં. આ વખતે પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમીપમાં હતાં એટલે ધર્મી કુટુંબમાં તે પર્વની આરાધનાનું વાતાવરણ પસરવા લાગ્યું. શ્રીકાંત શ્રેષ્ઠીને ત્યાં પણ તે પર્વની આરાધનાની વાતો થવા લાગી, સાથોસાથ છઠ્ઠ–અટ્ટમના તપની પણ વાત થતી હતી. પારણે ઝુલતા બાલકના કાને આ શબ્દો સંભળાતા ગયા તેમ તે વિષે તેને ઊહાપોહ વધતો ગયો. છેવટે તેને જાતિરમરણનાન ઉત્પન્ન થયું, અને તેણે પિતાને પૂર્વભવે નીહાળ્યો, તે વિચારવા લાગેઃ અહે, પૂર્વજન્મમાં મારી કઈ સ્થિતિ અને અત્યારે હું કયાં ! મારા પુણ્યદયે આવા ઉત્તમ કુલમાં મારો જન્મ થયો. હવે મારે મારી પૂર્વભવની પ્રતિજ્ઞા પૂર્ણ કરવી ઘટે. આથી તેણે આ પર્યુષણપર્વમાં અમને તપ કરે એવો દઢ નિશ્ચય કર્યો. વાહ! સંસ્કાર શું કામ કરે છે? પારણે ઝુલતા બાલકને પણ પૂર્વભવના દઢ સંસ્કારે, આલંબન મળતાં ઉદયમાં આવ્યા વગર નથી રહેતા. શ્રી. પર્યુષણ પર્વ શરૂ થયા. ક્રિયાનુષ્ઠાન, તપનુષ્ઠાન કલ્પસૂત્રનું શ્રવણ, અમારી પડહ, છને અભયદાન, આરંભ સમારંભને ત્યાગ, ખમતખા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54