Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ એની સારી આબાદી વિક્રમના પંદરમાથી સત્તરમા સૈકા સુધી હતી. એ સમયમાં હાલમાં શિરોહી રાજ્યમાં આવેલા નાંદીયા (જેમાં મહાવીર સ્વામીની જીવિત સ્વામીના નામથી ઓળખાતી પ્રતિભાવાળું બાવન જિનાલય દહેરું છે તે) નંદિવર્ધનપુર ગામના પ્રાગ્વાટ વણિક માંગણના પુત્ર કુરપાલ ને કામલદે સ્ત્રીથી થએલ રત્નાશાહ અને ધરણા (ધન્ના) શાહ પુત્રો હતા. તેમાંના ધરણુ શાહને ધારલદે નામની પત્નીથી જાજા, જાવડ આદિ પુત્રો હતા. એ ધરણાશાહ જ્યારે નાની ઉમરના હતા ત્યારે એક વખત ખેતરમાં ઘાસની ગંજી કરતાં જમવા માટે માતાપિતાએ કહ્યું ત્યારે તેમણે શિખર કરી લઉં” એમ કહેલું, તેથી માબાપે એના માટે એ ઉચ્ચ શબ્દો સાંભળી ઊંચી આશા સેવેલી. છેવટે એણે નંદિવર્ધનપુરના પહાડી કિલ્લામાં એ સમયે વેપારની મંદીના કારણે, દેશાવરમાં વેપાર ખેડી કરડાનું ધન ઉપાર્જન કર્યું. પછી ઉત્કટ ધાર્મિક ભાવનાથી તેણે, સ્વપ્નમાં જેએલ નલિની ગુમ વિમાન જેવું મંદિર બંધાવવાની ઈચ્છાથી ઘણું સમપુરા અને બીજા દેશાવરેના પ્રખ્યાત શિલ્પકારોને બોલાવી સ્વપ્નમાં જોએલ મંદિર બનાવવાની વાત કહી. પણું સ્વપ્નની વાતથી નકશે કરવામાં (મૂળરાજ સોલંકીના સિદ્ધપુરના રૂદ્રમાળની જેમ) ઘણાએ નિષ્ફળ નીવડયા. ત્યારે ભેગા થએલા શિલ્પીમાંથી કોઇએ, “આ મેલાઘેલા જેવા દેખાતા દેપા શિલ્પી તમારી ઈચ્છા મુજબનું મંદિર બાંધી આપશે” એમ કહ્યું. છતાં એથી ક્રોધ ન કરતાં તેમણે એ દેપાકને સૂત્રધાર બનાવવાની ઈચ્છાથી નકશો અને ચિત્ર બનાવવા કહ્યું. તેણે બીજા શિપીઓની હાજરીમાં જ આડી ઉભી લીટીઓ દોરવા માંડી, પણ તેથી તે સાચે જ સ્વપ્નમાં જોએલ જિનપ્રાસાદનું ચિત્ર અને નકશે તૈયાર થયાં. આથી ધરણાશાહે આનંદિત થઈ તેમને જ સૂત્રધારપદે સ્થાપી મંદિર બંધાવવાનું નક્કી કર્યું. પણું તેવામાં પુત્રવધૂથી ઘીના કુલામાંથી ઘી કાઢતાં એકાદ ટીપું જમીન પર પડતાં ધરણશાહે તે ટીપું તરત જ જેડા ઉપર લૂછી લીધું. પુત્રવધૂએ તે જોયું અને તેણે એ વાત એ શિલ્પકારને કહી પિતાના સસરાની કૃપણુતા વ્યકત કરી. તેથી એ સુજ્ઞ શિલ્પીએ એ શેઠની ઉદારતાનું પારખું જેવા કહ્યું – “આપ જે જિનાલય બંધાવવા ચાહે છો તેના પાયા ચાંદી સેનાના રસથી જ પુરાવા જોઈએ.” ધરણાશાહ એટલામાં જ સર્વ બીના સમજી ગયા, અને કંઈ પણ ઉદ્દેગ વિના તેમ કરવા માટે ચાંદી સોનાના ગ કયાં. આથી એ શિપીને વિશ્વાસ આવ્યો અને પુત્રવધૂ પણ સમજી ગઈ કે “એક ટીપું પણ બીન ઉપયોગી જવું જોઈએ નહિ અને ઉપયોગ માટે સમસ્તનો ભોગ આપવા તૈયાર રહેવું.” વિ. સં. ૧૪૨૩ ના આસો સુ. ૮ ના દિવસે આ મંદીરનું ખાત મુર્હત કરી, નાના મોટા બધા શિલ્પીઓને ખૂશ કર્યો ( હાલમાં પણ ત્યાં આ સુ. ૮ મેળો ભરાય છે.) ૬૩ વર્ષના શ્રમથી મેટા ઘુમટ અને ચાર માટ દ્વારવાળું સમચતુષ્કોણાકૃતિ | માળનું દેવળ તૈયાર થતાં બૃહત્ તપાગચ્છીય બી સોમસુંદરસૂરિને ગુજરાતમાંથી આમંત્રી સં. ૧૨૯૬ ના ફાગણ વદ ૧૦ (ભારવાડી ચૈત્ર વદ ૧૦ ) ના શુભ મુર્તે પ્રથમ તીર્થ. કર આદિનાથ સ્વામીની ચેમુખ પ્રતિમાઓ ત્રણ માળમાં સ્થાપન કરી. એ પછી ઈડરના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54