________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાણકપુર અંક ૧ ]=
=[ ૨૯ ] વરસથી ચાલુ છે. તેમની કામનું એવું બંધારણ છે કે એક પણ મેંણાનું બચ્ચું ચોકીદાર તરીકે હોય તો કોઈ પણ મેં લૂંટે નહિ. એમના એવા સંપને લીધે બીજી લૂંટારૂ જાતિ લૂંટવા હિંમત કરી શકતી જ નથી. એ કામ મેષ રાશિને સૂર્ય થાય તે દિને એરપુરા સ્ટેશન પાસે ગૌતમ મહાદેવના સ્થાને નદી કિનારે ભેગી થાય છે ત્યારે તેમાં ગુન્હેગાર બહારવટીઆ પણ ત્યાં આવે છે. ત્યારે રાજ્ય તેમને પકડતું નથી એટલું તે કામનું શિરોહી, દાંતા, મારવાડ, મેવાડ ને અજમેરના સત્તાધીશો માન જાળવે છે. એ દિને એ સૂકી નદીમાં તે સ્થાને પાણી વહે છે એટલો તેનો મહિમા છે. એટલાં રાજ્યના મેંણા ત્યાં ભેગા થાય છે ત્યારે જેણે કોઈની ચેકીમાં હાથ નાખી આબરૂ લીધી હોય તેને ન્યાય ને દંડ થાય છે.
જંગલને લીધે યાત્રાળુઓને રાત્રે ધર્મશાળા બહાર નીકળવાની સખ્ત મનાઈ હેય છે. વડીલંકા માટે પણ ધર્મશાળામાં વ્યવસ્થા રાખેલી છે. વાસણ ગોદડાં રાણકપુરમાં મળે છે. ત્યાં પ્રક્ષાલ માટે ગાય રાખવામાં આવે છે અને બાંધકામ વગેરે કામ માટે કાયમ બે પાડા પાળવામાં આવે છે. મુનીમને (આ. કે.) ત્યાં જવા આવવા માટે જોડી રાખેલ છે. એ પાળેલા પ્રાણી દિવસે ચરવા ગયેલાં હોય ત્યારે રાની પ્રાણીની કાયમ બીક રહે છે, પુરતા બંદેબસ્ત છતાં વ્યાધ્રાદિથી હર સાલ હત્યા થાય છે. ધર્મશાળાની દિવાલ ઘણું ઊંચી છે છતાં કોઈ વાર વાઘ અંદર ઘુસી જાય છે. મંદિરનું સ્થાન માસામાં થેડા યાત્રાળુઓને જવર અવર હોવાથી ચામાચીડીઆની ધાર (અને કોઈ સમયે બીજા પંખીનાં ઈડ પણ પડે છે) ખૂબ પડે છે તે સાફ કરવા બે માણસ કાયમ રાખેલ છે.
સાદરીથી રાણપુર જતાં મગઈ નદી છ વાર ઓળંગવી પડે છે. રાણકપુર પાસે જોધપુર રાજાએ ડુંગરામાં મોટે બંધ બાંધી ઉંડાણવાળું મોટું સરોવર કરેલ છે તેનું પાછું ખેતીના ઉપયોગમાં નહેરથી લેવાય છે. એની એક લાખની આવક છે.
સાદરીમાં સુમારે ૯ ૦ થી ૧૦૦૦ ઘરની શ્રાવકની વસ્તી હાઈ સારૂ બજાર છે, ત્યાં ૨૮ દહેરીનું જિનાલય છે, પાસે માદા અને રાજપુર ગામે શ્રી પાર્શ્વનાથ અને શાંતિનાથનું એકેક જિનાલય છે. રાણકપુર જતાં એક મૈલ પર શ્રી કેસરીઆજીના નામનું દેરાસર આવે છે, એ તથા રાણકપુરજીમાં હાલ ત્રણ જિનાલય છે તે બધાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી ચલાવે છે. પરાણે ચાલુ વહીવટી ખર્ચ નભે તેટલી આવક છે. સાદરીમાં જ આખા મારવાડ મધ્યે સ્થાનકવાસી છે. જેનોની સ્થિતિ હાલ સારી છે. સ. ૧૯૯૦ માં સુમારે ત્યાં એક કરોડનું ચાંદી સોનું શ્રાવકો પાસે હતું એમ કહેવાતું હતું. લક્ષાધિપતિ ૧૦૦ જેટલા છે.
એ ત્રલોકયદીપક દેવના પૂજારી પંડ્યાઓને વંશપરંપરાના હક ચાલ્યો આવે છે. તેમના વંશમાં કેશવ, કાળુ વગેરે છે તેમના વારા ચાલે છે. તેમણે રાજ્યની અંધાધુંધીના સમયમાં સાદરીથી દૂધ લઈ જઈ કાચલામાં સુખડ ભરી મૂળનાયકની પૂજા ચાલુ રાખેલી હતી એમ કહેવાય છે. તેના બદલામાં પાટલા ઉપર મૂકાતું દ્રવ્ય તેમને લેવાનો રીવાજ ચાલુ છે. તેવા સમયમાં સાદુરીન દેરાસરમાં પણ પડયા હતા. તેમણે એક ઓસવાળ
For Private And Personal Use Only