Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી સરકાર મહામંત્ર-જાહભ્ય અ'ક ૧ ]= સપ્રયોજન કરવામાં આવે છે અને એ નમસ્કારનું ફળ પણ અપૂર્વ છે. આપણે ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ કે જીવને સંસાર અટવિમાં ભ્રમણ કરવાનું ખાસ એક જ કારણ છે. તે કારણે કર્મબંધન છે. એ કર્મબંધનથી મુક્ત થવાય તો આપણે ઉપર વર્ણવેલી સિદ્ધદશા પ્રાપ્ત કરી અનંત સુખના ભકતા થઈ એ. મનુષ્ય જન્મ પામીને તેનું જે કાંઈ પણ સાર્થક કરવું હોય તો કર્મનાં બંધને શિથિલ થાય અને છેવટે કર્મોને સદંતર ક્ષય થાય તે માગ લેવો ખાસ જરૂરી છે. આ પંચનમસ્કાર કરવાનું પ્રયોજન પણ એ જ છે. એનાથી કર્મક્ષય અને મંગલ થાય છે એમ જ્ઞાની ભગવંતો આપણું ઉપરની ઉપકાર બુદ્ધિથી આપણને જણાવી ગયા છે, જ્યારે કર્મક્ષય થાય ત્યારે આપણને આ ભવમાં અને પરભવમાં ઇચ્છિત ફળ મળી શકે એ આપણે સહેજે સમજી શકીએ છીએ. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, લોકપ્રિયતા અને પુણ્યની પ્રાપ્તિ કરવા આપણે પંચ નમસ્કારથી ભાગ્યશાળી થઈ એ છીએ, અને પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, ઉત્તમ કુળ વગેરે આપણને પ્રાપ્ત થાય છે. અહીં એવી શંકા ન કરવી કે અરિહંત તથા સિદ્ધ ભગવંતો વીતરાગ ભાવમાં હોવાથી કોપ કે પ્રસાદ કાંઈ કરી શકતા નથી, એમને તો પૂજક અને નિન્દક બને સમાન છે, એટલે એમની પાસેથી કાંઈ મેળવવાની આશા રાખીએ તે તે આકાશ પુષ્પ જેવી જણાય. એ ભગવંતે વીતરાગ ભાવમાં છે એ વાત બીલકુલ સાચી છે, અને એઓ કોઈને કાંઈ આપતા નથી અને કોઈનું કાંઈ લઈ લેતા નથી એ પણ ખરું. એઓ પૂજાનું ફળ આપે છે એવું કોઈ કહેતું નથી. સર્વ જીવોને સુખ દુઃખ સ્વર્ગ નરકાદિરૂપ ફળ થાય છે તે પોતાના ધર્માધર્મ નિમિત્તથી જ થાય છે. તે ધર્મ અને અધર્મ જ્ઞાનાદિ ગુણની પેઠે જીવના ગુણો છે, તેથી તે કોઈને આપી શકાય તેવા નથી, તેમ કોઈ પાસેથી લઈ શકાય તેમ પણ નથી. સર્વ શુભાશુભ ફળ સ્વકૃત જ છે. ધર્મ અને અધર્મ જીવના પિતાના શુભ અને અશુભ પરિણામથી જ થાય છે. અરિહંત ભગવાન વગેરેને કરવામાં આવતે નમસ્કાર પરિણામની વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં અચૂક કારણ છે, એને એ સ્વભાવ જ છે. શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે “નીરાગી સેવે કાંઇ હા, એમ મનમાં નવીઆણું; ફળે અચેતન પણ જેમ સુરમણી, તેમ તુમ ભક્તિ પ્રમાણું થાશું પ્રેમ બન્યો છે રાજ નિર્વહેશો તો લેખે ” જેમ સેવા કરાતા ચિંતામણિ રત્નને સેવકને મૂળ આપવાને સ્વભાવ છે, તેમ નમસ્કાર કરાતા પરમેષ્ઠીને પણ એ સ્વભાવ જ છે. આગળ ચાલતાં ઉપાધ્યાયજી જણાવે છે કે જેમ ચંદન સ્વભાવથી જ શીતલતા ઉપન્ન કરે છે, અને અગ્નિ શીતને નાશ કરે છે, તેમ પ્રભુગુણ ઉપરને પ્રેમ સ્વભાવથી જ સેવકનાં દુઃખ દૂર કરે છે. પરમેષ્ઠી નમસ્કારને સ્વભાવ કહે કે પ્રભાવ કહો એવા પ્રકારને છે કે જેથી નમસ્કાર કરનારને આ ભવમાં અને પરભવમાં ઉપર જણાવ્યા પ્રમાણે પરિણામની શુદ્ધતા કરાવી પુણ્યાનુબંધી પુણ્યને સંચય કરાવી અનેક પ્રકારની સુખ સંપત્તિ અપાવી છેવટે મેક્ષ-સુખ મેળવી આપે છે. [ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54