Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રરૂપનાર (સામુદિક ) અધુમિત્રાચાર્ય નામના ચોથા નિનવ શ્રીવીરનિર્વાણ પછી બસને વશ વર્ષ (૨૨૦) મિથિલા નગરીમાં થયા. પ. ક્રિક્રિય ગંગાચાર્ય—એક જ સમયે એક આત્મા ઉપયોગવાળી બે ક્રિયા કરી શકે છે, એમ માનનાર (ક્રિક્રિય) ગંગાચાર્ય નામના પાંચમાં નિવ્ર શ્રી વીરનિર્વાણ પછી બસોને અઠ્ઠાવીસ વર્ષે (૨૨૮ ) ઉલ્લકાતીર નામના નગરમાં થયા. ૬. ત્રિરાશિક-ષડુલકાચાર્ય-જીવ, અજીવ અને જીવ, એમ સર્વ વસ્તુમાં ત્રણ રાશિ છે એવા વાદના સ્થાપક (ત્રિરાશિક) વહુલુકાચાર્ય નામના છઠ્ઠા નિતનવ શ્રી વીરનિર્વાણ પછી પાંચને ચાર (૫૦૪) વર્ષે અન્તરંજિકા નગરીમાં થયા. ૭. અબદ્ધિક–ગોઠામાહિલ સર્ષ અને કાંચળીની જેમ જીવ અને કર્મને સંબંધ છે, એમ પ્રરૂપનાર (અદ્ધિક) સ્થવિર ગોષ્ઠા માહિલ નામના સાતમા નિહનવ શ્રી વીરનિવાણ પછી પાંચને ચોરાશી (૫૮૪) વર્ષે દશપુર નામના નગરમાં થયા. પ્રથમ નિહુનવ-જમાલિ–નો પરિચય ક્ષત્રિયકુંડ નામના નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા કે જે મહાવીર ભગવાનની બહેન સુદર્શનાના પુત્ર હતા. શ્રી વીરપ્રભુની પુત્રી પ્રિયદર્શન તેમની પત્ની હતી, એકદા શ્રી વીર વિભુ વિચરતા વિચારતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા (સમવસર્યો). તેમને વંદન કરવાને માટે જમાલિ સપરિવાર ત્યાં ગયા. પ્રભુની દેશનાથી તેમને વૈરાગ્ય થયો અને સંયમગ્રહણ કરવાની ઈચ્છાથી ઘેર જઈને માતપિતાની આજ્ઞા લીધી. પછી વિશ્વ પ્રશંસનીય મહોત્સવ પૂર્વક પાંચસે (૫૦૦) ક્ષત્રિયો સાથે જમાલિએ શ્રી મહાવીર પ્રભુના હસ્તે દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે તેમની પત્ની એટલે કે શ્રી મહાવીર પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું. જમાલિનો શ્રી વીરપ્રભુથી જુદે વિહાર –તીવ્ર તપશ્ચર્યાના આચરણ સાથે જ્ઞાને ધ્યાનમાં આસકત એવા જમાલિ મુનિ શ્રી વીરપ્રભુની સાથે વિચરતા વિચરતા અનુક્રમે અગિયાર અંગના જાણકાર થયા. પછી શ્રી વીર ભગવાને તેમને પાંચસો સાધુ અને હજાર સાધ્વીઓના અધિપતિ બનાવ્યા. એક વખત તેમણે પ્રભુને વંદન કરીને બે હાથ જોડી પાતાના પરિવાર સાથે જુદે વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુએ તેમાં લાભ ન દેખવાથી કંઈ પણ ઉત્તર આપે નહિ અને મન ધારણ કર્યું.આથી “નિ૪િ અનુમતજૂ'! એ ન્યાયે પ્રભુની અનુમતિ છે, એમ સમજી જમાલિ મુનિએ પિતાના પરિવાર સહિત પ્રભુ પાસેથી અન્ય સ્થળે વિચવાને વિહાર કર્યો. જમાલને હજાર અને શંકા-એક ગામથી બીજે ગામ એમ વિચરતાં વિચરતાં અનુક્રમે જમાલિ મુનિ બાવસ્તિ નગરીમાં પહોંચ્યા. ત્યાં તેમણે કોપ્ટક નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી. એકદા તેમને અન્નપ્રાન્તાશન વડે ઉષ્ણજવર, ગરમ તાવ આવ્યો, અને તાવનું જોર વધતું ગયું. તે એટલું બધું વધ્યું કે તે બેસવાને માટે પણ અશક્ત બન્યા, અને સાધુઓને આજ્ઞા કરી કે–મુનિઓ ! મારે માટે સંથારો કરો ! સાધુઓ સંથારો કરતા હતા. અહીં તેમને તાવનું જોર વધતું હતું. એક ક્ષણ પણ દિવસ જેટલી લાગતી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54