Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્તવવાદ અંક ૧ ]== = ==[ ૨૧ ] હતી. સૂવાની એકદમ ઉત્સુકતા હતી, એટલે તેમણે મુનિઓને પૂછ્યું કે સંથારો કર્યો કે નહિં. મુનિઓએ ઉત્તર આપ્યો કે સંથાર કરાય છે. થોડા સમય પછી ફરી પૂછ્યું. કરી પણ એ જ ઉત્તર મ. એમ વારંવાર પૂછતાં તે જ ઉત્તર મળતો કે હજુ સંથારી કર્યો નથી પણ કરાય છે. આવા ઉત્તરથી જમાલિ મુનિ સમ્યકત્વથી ચલિત થયા અને શંકા કરવા લાગ્યા કે પ્રભુ મહાવીરે કહ્યું છે—“ચમr arg, રૂરિયામને કપિ , વાવ નિરિકામાં (ચલાતું છતું ચાલ્યું, ઉદિરણા કરાતું છતું ઉદિયું અને નિર્જરા કરાતું છતું નિર્યું એમ સર્વ બાબતમાં) તે. અસત્ય છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે કે જેમ આ સંથારે કરાતો છતાં કરાયો નથી એમ કહેવાય છે, પણ કરાયો છે એમ કહેવાતું નથી, એ પ્રમાણે ચલાતું હોય ત્યારે ચાલ્યું નથી, ઉદિરતું હોય ત્યારે ઉદિયું નથી અને નિર્જરાતું હોય ત્યારે નિયું નથી એમ કહેવું જોઈએ, તેથી ભગવાન વીરપ્રભુએ કહ્યું છે તે અસત્ય છે. મુનિઓ પ્રત્યે જમાલિનું કથન- ઉપર પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ સાધુઓને બોલાવી તેમને પોતાનો વાદ આ પ્રમાણે સમજાવવા લાગ્યા—મુનિઓ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે વિયમાdi fહું (કરાતું હોય તે કરાયું) કહેવાય વગેરે, તે અસત્ય છે. કારણ કે સર્વે પ્રમાણો કરતાં બલવત્તર પ્રમાણ પ્રત્યક્ષ છે, માટે જ કોઈ કહે કે અગ્નિ શીતલ છે, પણ તે માનવામાં આવે નહિ, કારણ કે પ્રત્યક્ષથી સિદ્ધ છે કે અગ્નિ શીતલ નથી પણ હૃષ્ણ છે, એ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે કે--કરાતું હોય તે કર્યું કહેવાય નહિ. વળી તેઓ મહાનું છે માટે સત્ય જ કહે તેમ પણ મનાય નહિ. કારણ કે–મંદાન્ત'sfu fસ દિ મહાન પુરુષો પણ ખલનાને પામે છે, માટે જે સંગીન હોય તે જ માનવું જોઈએ. વળી તમે પણ વ્યવહાર કરે છે કે સંથારો કરાતો હતે છતાં કર્યો છે એમ ન કહેતાં કરાય છે ! એ પ્રમાણે ચલાતું હોય તે ચલાય છે એમ કહેવાય, પણ ચલાયું એમ કહેવાય નહિ. | મુનિઓના વિભાગ–ઉપર પ્રમાણે જમાલિ મુનિનું કથન સાંભળીને કેટલાક મુનિઓ તેમની શરમથી, કેટલાક મંદ બુદ્ધિથી, કેટલાક અમુક માને છે માટે–એમ જમાલિની સાથે રહ્યા, પરંતુ જે સ્થવિર હતા, અચલ શ્રદ્ધાવાળા હતા અને વિનયવાળા હતા, તેઓ જમાલિની સાથે ન ભળતા વિનયપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યા. (ચાલુ) - Sw: ડાય. સકાકા ન અડધું મૂલ્ય ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર આઠ આનાના બદલે ચાર આ [ ટપાલ ખર્ચને દેહે આનો વધુ ] આજે જ મંગાવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54