________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Iક લેખક-મુનિરાજ શ્રી. ધુરંધરવિજયજી
જૈન સાહિત્યમાં અનેક તત્ત્વજ્ઞાનનાં ઝરણાઓ વહે છે, કે જ્યાં તત્ત્વજ્ઞાન પિપાસુઓ આવીને પોતાની પિપાસા શાન્ત કરે છે. એવા અનેક ઝરણુઓમાં ગણધરવાદ અને નિહ્નવવાદ એ બે મહાન ઝરણાંઓ છે. તેમાં ગણધરવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં વહેતા હોવાથી તેનો લાભ અનેક આત્માઓને મળે છે, પરંતુ નિëવવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં રહેતો નહિ હોવાને કારણે ઘણું છો તેથી વંચિત રહે છે, માટે નિહવવાદનો પરિચય કરીને જનતાને તે વાદથી પરિચિત કરવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવે છે.
તેમાં પ્રથમ ગણધરવાદ અને નિહ્નવવાદની વિશેષતાઓ જાણવી જરૂરી છે. ગણધરવાદ - ૧. શ્રી મહાવીરપ્રભુને કેવલજ્ઞાન થયા બાદ અપાપાપુરી (પાવાપુરી)માં પ્રભુ સમવસર્યા, તે સમયે ત્યાં ઈન્દ્રભૂતિ વગેરે વિપ્રો યજ્ઞ કરાવતા હતા, તેઓ શ્રી વીર પ્રભુની સાથે વાદ કરવા માટે આવ્યા, અને ચચો સમાધાન થતાં તેઓ દીક્ષા લઈ ગણધર બન્યા. તે ગણધરવાદ.
૨. ગણધરવાદમાં નાસ્તિતાને નિરાસ કરવામાં આવેલ છે. ૩. ગણધરવાદની ઉત્પત્તિ વેદ વાક્યના અર્થને અવલમ્બીને થઈ છે.
૪. ગણધરવાદમાં આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરે મૂળભૂત વિષયની ચર્ચા છે.
૫. ગણધરવાદ જૈનેતરની (બ્રાહ્મણોની) સાથે કરવામાં આવેલ છે.
૬. ગણધરવાદમાં ઈન્દ્રભૂતિ વગેરેને પિતાની જાત માટે સર્વરૂપણનું અભિમાન હતું તે કારણે તેઓની શંકા બીજાને કહેવામાં આવતી ન હતી એટલે બીજા જેવો ભ્રમમાં પડતા ન હતા. નિડુનવવાદ
૧. શ્રી વીરપ્રભુના શાસનમાં થયેલ મુનિઓએ સ્વમતિ કલ્પનાએ માનેલા અને જૈન દર્શનને અસંમત એવા સમ વિષયની ચચા, તે નિહનવવાદ. - ૨. નિતવવાદ જૈન ત વિષયક સુક્ષ્મ વિચારોમાં અન્યથામતિનો નિવાસ કરી મિથ્યાત્વને હઠાવી સમ્યકત્વને નિર્મલ કરે છે.
૩. નિહ્નવવાદની ઉત્પત્તિ જેન ( આગમ) સૂત્રને અવલંબીને થયેલ છે.
૪. નિહવવાદમાં વિના જ (કરાતું છતું કરાયું ) થાપાનીઝ (સર્વ પ્રદેશમાં જીવ છે) વગેરે ગહન વિષયને છુટ કરવામાં આવ્યા છે.
For Private And Personal Use Only