Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ ] = આ ખુલાસો જોતાં એમાંથી બીજી શંકા ઉત્પન્ન થઈ શકે છે. આ ખુલાસામાં અરિહંત ભગવાનને આપણું ઉપર સૌથી વિશેષ ઉપકાર થયેલો છે અને તેમનાં વચનથી આપણે સિદ્ધભગવાનને ઓળખી શક્યા છીએ, માટે તેઓને પ્રથમ નમસ્કાર કરવો જોઇએ, એવી દલીલ કરવામાં આવી છે. આ દલીલ આપણે કબૂલ કરવી જ જોઈએ. પણ તે કબૂલ કરતાં અરિહંત અને સિદ્ધ એ બે સંબંધમાં આપણું સમાધાન થાય છે, પણ જ્યારે આપણે પાંચે પરમેષ્ઠીને વિચાર કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અરિહંત ભગવાનને પ્રથમ મૂકવામાં ભૂલ થયેલી જણાય છે. જેમ સિદ્ધભગવાન આપણને પ્રત્યક્ષ નથી, તેમ આજે તો અરિહંત અને સિદ્ધ એ બનેને ઓળખીએ છીએ તે પ્રતાપ આચાર્ય ભગવાનના ઉપદેશને છે. ૧ આચાર્ય ભગવાનને ઉપદેશ આપણને ન મળે હોત તો આપણે અરિહંત કે સિદ્ધ કોઈને જાણવા ભાગ્યશાળી થાત નહિ માટે જેના ઉપદેશથી જે જણાય તેનું પ્રાધાન્ય ગણવું અને ઈતરનો ગૌણભાવ ગણુ એ નિયમના એકાતિક પરિપાલન માટે પ્રથમ પદ આચાર્ય ભગવાનનું રાખવું જોઈએ. તેમ ન થાય તે અંગીકાર કરેલો નિયમ અનેકાતિક થઈ જશે. શ્રી ગૌતમ ભગવાન આદિ ગણધર ભગવાનને માટે આપણે કાંઈ બલવાનું નથી. તેઓ તે સીધા અરિહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધ વગેરેને જાણે છે. તેઓ ભલે અરિહંતને પહેલાં મૂકે, પણ ગણધરના શિષ્ય, પ્રશિષ્ય આદિ તો પોતપોતાના ગુરૂના ઉપદેશથી સિદ્ધ, તથા અરિહંત વગેરેને જાણે છે તેથી તેમને માટે અને આપણે માટે એ ક્રમ બરાબર નહિ ગણાય. બહારથી મજબૂત દેખાતી આ બીજી લીલ પણ પરિપૂર્ણ વિચાર કરતાં પોલ ખાઈ જાય છે. આચાર્યાદિ અરિહંતાદિને ઉપદેશ કરે છે એ તો ખરું પણ તે ઉપદેશમાં એમનું પોતાનું કશું જ હોતું નથી. તેઓ તો અરિહંત ભગવાનએ જે ઉપદેશેલું છે તે જ કહી બતાવે છે. તેઓ સ્વતંત્રપણે કંઈ પણ ઉપદેશતા નથી. માટે અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કરવો તે યોગ્ય જ છે. ૩ઉપર એક દલીલ એવી કરી હતી કે નિષ્ક્રમણ કાળે અરિહન્ત ભગવાન સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને સામાયિક કરે છે, તેથી સિદ્ધનું પદ પહેલું ગણવવું જોઈએ. આ દલીલની સાથે આપણે આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે તે વખતે અરિહંત ભગવાન છદ્મસ્થાવસ્થામાં હતા, તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું ન હતું, એટલે જરૂર ગુણધિક સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે, પણ આપણે જે નમસ્કાર કરીએ છીએ તે છદ્મસ્થ તીર્થકરને નહીં, પણ જેમને કેવલજ્ઞાન “ત્પન્ન થયેલું છે અને જેઓ સિદ્ધ આદિ સર્વ વસ્તુઓને બતાવી ગયા છે, અને તેટલા કારણથી જેઓ સિદ્ધભગવાન કરતાં વિશેષ ઉપકારી છે તેવા કેવલી અરિહંત ભગવાનને કરીએ છીએ. નમસ્કાર કરવાનું ફરી ૪ અનેક ઉપકારક ગુણોથી યુકત અરિહંતાદિ પરમેષ્ઠિ ભગવાનને આ નમસ્કાર ૧. જુઓ વિ . ગા. ૩૨૧૪ ૨. જુઓ વિ. આ. મા. ૩૨૧૭ 3. જુઓ વિ. આ. ગા. ૩૨૨૦ ૪. જુઓ વિ. આ. ગા. ૩૨૨૨-૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54