Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ હતી, પણ હાલમાં દુકાળ આદિના કારણે શ્રી શીલાંકાચાર્યસૂરિરાજે બનાવેલી આચારંગ અને સુયગડાંગ સૂત્રની ટીકા સિવાય બાકીનાં નવ અંગેની ટીકાઓ નાશ પામી છે. માટે તમે નવે અંગની ટીકાઓ બનાવે. શાસનદેવીની વાણી સાંભળીને સૂરિજી બોલ્યાઃ હે દેવી ! અલ્પ બુદ્ધિવાલે હું આવું ગહનકાર્ય શી રીતે કરી શકું? ત્યારે દેવીએ કહ્યું કે તમને સમર્થ જાણું છું કહેવા આવી છું, માટે તમે આરંભ કરે. સૂરિજીએ પણ ઉત્સાહ અને કાળજીપૂર્વક ટીકાઓ બનાવવી શરૂ કરી. સાથે સાથે મંગલને માટે આયંબિલને તપ પણું શરૂ કર્યો. આવી રીતે અનુક્રમે નેવે અંગની ટીકાઓ તેમણે પૂરી કરી. એ ટીકાઓની પ્રશસ્તિમાં તેઓ શ્રીમાને કયા ગચ્છના, કયા આચાર્યના શિષ્ય છે, તથા ટીકાઓ ક્યારે રચી, કેટલા લોક પ્રમાણુ રચી, કયા ગામમાં રચી, કેના મકાનમાં રચી, તે ટીકાઓને કોણે શોધી, પ્રથમ પ્રત કોણે લખી, લખાવવામાં દ્રવ્ય સહાય કોણે કરી, વગેરે બીના આપી છે. તે ટીકાઓની પ્રશસ્તિ પ્રમાણે સમય તથા શ્લોક સંખ્યા પ્રમાણુ આ પ્રમાણે છે—સૂત્રનામ વિક્રમ સંવત ટીકાના લોકની સંખ્યા ૧ શ્રી સ્થાનાંગ સૂત્ર ૧૧૨ ૦ ૧૪૫૦ ૨ શ્રી સમવાયાંગ ૧૧૨૦ ૩૫૫ ૩ શ્રી ભગવતિ ૧૧૧૮ ૧૮૬ ૧૫ ૪ શ્રી જ્ઞાતાધર્મકથા ૧૧૨૦ ૫ શ્રી ઉપાશક દશા સંવત નથી ૬ શ્રી અન્તકૃત દશા ૧૩ ૦ ૦ ૭ શ્રી અનુપ પાતિક ,, ૮ શ્રી પ્રશ્ન વ્યાકરણ ૯ શ્રી વિપાક ૯૦૦ ૪૭૦૪૧ આ ટીકાઓ ઉપરાંત આ સૂરિપુંગવે ઔપપાતિક અને નિરયાવલી નામના બે ઉપાંગોની પણ ટીકા બનાવી છે. તેમજ ચૌદસે ગુમાલીસ ગ્રન્થ પ્રણેતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના પંચાલક પર વિ. સં. ૧૧૨૪માં ધૂળકા નગરમાં બકુલ અને બંદિક નામના શેકીઆઓની વસતિમાં રહીને ટીકા બનાવી છે, વળી જિનચંદ્ર ગણીએ બનાવેલા નવતત્ત્વ પ્રકરણની ટીકા, નિગોદષત્રિશિકા, પંચનિઝન્યવિચાર, સંગ્રહણી, પળષત્રિશિકા જિનભદ્રગણુિના વિશેષાવશ્યકભાગ પર ટીકા, હરિભદ્રસુરિજીનાં ડષક પર ટીકા, તથા દેવેન્દ્રસૂરિએ કરેલા સત્તારી પ્રકરણ પર ગાથા બંધ ટીકા વગેરે અનેક ગ્રન્થ બનાવ્યા છે. આ રીતે શાસન દેવીની પ્રેરણાથી આ સૂરિજીએ નવે અંગની ટીકા તો બનાવી પણ એમના શરીરમાં ભયંકર કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. રોગથી ઘેરાયેલા સૂરિજીને જોઇને કેટલાકે તેમની નિન્દા કરવા લાગ્યા. સૂરિજી તો રોગની પીડાને અને લોકોની નિન્દાને શાંતિથી સહન કરતા હતા, પણ એ બધું જાણે ધરણેકદેવથી સહન ન થયું હોય તેમ રાત્રિના સમયે આવીને તેણે આચાર્યશ્રીને આ પ્રમાણે કહ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54