Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વધ [ ૧• ]= પ્રભુજીનું બિંબ વિક્રમ સંવત ૧૩૬૮માં સ્તંભતીર્થ (ખ ંભાત)મા આવ્યું.૧ સમયના વહેણની સાથે શ્રી સ્તંભનપાનાથનું ખારવાડાનું મંદિર ણું થયું. ખંભાતના શ્રી સધે એ જ સ્થાને ત્રણ શિખરવાળુ નવીન વિશાળ મંદિર બંધાવવું શરૂ કર્યું. હવે એક બાજી મંદિર તૈયાર થયું અને ખીજી બાજુ શ્રી સંધે પૂજ્ય આચાર્ય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રતિષ્ઠા માટે વિનતિ કરી. તેથી સૂરીશ્વરજી સધની વિનતિને સ્વીકાર કરી પેાતાના વિદ્વાન શિષ્ય પ્રશિષ્ય સરિપુંગવા સહિત ખંભાત બંદરમાં પધાર્યા. તે પછી શ્રી સંધે નવીન દેરાસરમાં મહાત્સવપૂર્વક વિક્રમ સંવત ૧૯૮૪ના ફાગણ સુદ ૩ના દિવસે તેઓશ્રીના પુનિત હસ્તે પ્રાચીન શ્રી સ્થંભનપાર્શ્વનાથ પ્રભુના નિલમના દિવ્ય બિંબની મૂળ નાયકજી તરીકે અને તેમની એકબાજુ મેરપાનાય પ્રભુના બિંબની અને ખીજી બાજુ શ્રી આદિનાથજી પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી એ માંગલિક પ્રસંગે સુરિજીએ કેટલાંક નવિન બિાની અંજનશલાકા પણ કરી હતી. આવી રીતે શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પછી ખંભાત પુન: ગૌરવશાલી તીધામ બન્યું. એ મંદિરના વહીવટ શા. માણેકલાલ છગલાલ પાનાચંદવાલા કરે છે. હાલમાં ખંભાતમાં જૈનોની કુલ વસ્તી લગભગ બે હજારની, તેમજ એ શહેરમાં ૬૮ દહેરાસરે, ( જ્ઞાન ભંડારે। અને ૧૩ ઉપાશ્રય તથા ધર્મશાળાની સંખ્યા છે. નવાંગી ટીકાકાર શ્રીમાન અભયદેવસૂરીશ્વવરજી શાસનદેવની પ્રેરણાથી ટીકાઓ બનાવી અને ધરણુદ્રદેવની પ્રેરણાથી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરી રાગ રહિત થયા. તે પછી તેઓ શ્રીમાન શાસનનાં અનેક કાર્યો કરી વિ. સ ૧૧૩૫ ( કયાંક વિ. સ. ૧૧૩૯)માં ગુજરાતમાં આવેલા કપડવંજ ગામમાં દેવોક પામ્યા. ભર ભૂરિ વંદના હાજો એ રિરાજને કે જેમણે અણુમાલા ગ્રન્થ રત્ના જૈન શાસનને ભેટ ધર્યો. [ આ લેખમાં આ. પ્રભાચદ્રસૂરિજી ( વિ. સ. ૧૭૩૪) કૃત પ્રભાવકરિત્ર. આ. મેરૂતુંગસૂરિજી ( વિ. સ. ૧૩૬૧ ) કૃત પ્રબંધ ચિંતામણિ આ. વિજયલક્ષ્મીસૂરિજી ( ાવ. સ. ૧૮૪૩ ) કૃત ઉપદેશપ્રાસાદ. ૫. હીરાલાલ હંસરાજ ( વિ. સં. ૧૯૫૭ ) કૃત જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ, રત્નમણીરાવ ભીમરાવ જોટે બી. એ. ( વિ. સ. ૧૯૯૧) કૃત ખંભાતના ઇતિહાસ તેમજ ખંભાત નેમિ જૈન પ્રભાકર મંડળ તરફથી ( વિ. સ’. ૧૯૮૪)માં પ્રગટ થયેલ અને ભાઈ ચીમનલાલ અંબાલાલ કટલેરી તરફથી મને પ્રાપ્ત થયેલ શ્રી સ્થંભન પાર્શ્વ પ્રભુને ઇતિહાસ વગેરે પુસ્તકાના આશ્રય લેવામાં આવ્યા છે.] ૧ રોઢીના કિનારે આવેલું સ્તંભનપુર અને સ્ત ́હતી (ખંભાત) એ બે ખુદા માનવાનાં કારણો નીચેના ગ્રન્થા પૂરાં પાડે છે. પ્રેમધ ચિંતામણિના કર્તા મેરૂતુંગાચાર્ય શ્રી સ્તથનાથ ચરિત્ર નામના ગ્રન્થ વિ.સ. ૧૪૧૩માં રચલે છે. એ ગ્રન્થ પાટણના એક ભંડારમાં અપ્રસિદ્ધ અને અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ છે એમાં લખ્યુ છે કે સ. ૧૩૬૮ વર્ષે આ બિંબ શ્રી સ્ત ંબીમાં આવ્યુ. ઉપદેશ પ્રાસાદમાં પણ ૧૩૬૮ વર્ષે સ્તંભતીર્થ માં આવ્યાના ઉલ્લેખ છે. તીર્થંકલ્પ (બંગાળની આવૃત્તિ )માં પાર્શ્વનાથ કલ્પ પૃ. ૪૪માં પણ (પ્રભાવક ચરિત્રની બીના પ્રમાણે) ત્રણ પ્રતિમામાંથી એક પ્રતિમા રોઢીના કિનારે સ્તંભનપુરમાં બિરાજમાન કર્યાનો ઉલ્લેખ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54